વડોદરા 20 ઈંચ વરસાદથી જળબંબાકાર, મુખ્યમંત્રીએ સમીક્ષા બેઠક યોજી
Live TV
-
નીચાણવાળા વિસ્તારના લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા કરી અપીલ
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચી ને વડોદરા ની સ્થિતીનો સમીક્ષા કરી હતી. તેમણે વડોદરાના નીચાણ વાળા વિસ્તાર ના લોકો ને સમગ્ર રાત્રી દરમ્યાન પોલીસ અને એન ડી આર એફ અને એસ ડી આર એફ ની ટિમ ની મદદથી સલામત સ્થળે ખસેડવાની કામગીરી અગ્રતા ક્રમે હાથ ધરવા સુચનાં આપી હતી. વિજય ભાઈ એ એન ડી આર એફ અને એસ ડી આર એફ ની વધુ કમ્પનીઓ વડોદરા પહોંચાડવા ની સૂચનાઓ પણ આપી હતી .મુખ્યમંત્રી એ વડોદરા જિલ્લા અને આસપાસ ના વિસ્તારોમાં વરસાદ ની સ્થિતી અને વીજપુરવઠો વગેરે અંગે પણ મુખ્ય સચિવ જે એન સિંહ, મહેસુલ અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર અને વરિષ્ઠ અધિકારીઓ સાથે બેસીને વિગતો મેળવી હતી. મુખ્યમંત્રી એ ભારતીય હવામાન વિભાગ ના અધિકારી પાસેથી પણ વરસાદ ની સાંભવિતતા ની વિગતો ટેલિફોનિક સંપર્ક કરીને મેળવી હતી.