વડોદરામાં કોરોનાના નવા સ્ટ્રેનનો પ્રથમ કેસ નોંધાયો
Live TV
-
વડોદરામાં કોરોનાના નવા સ્ટ્રેનનો પ્રથમ કેસ સામે આવ્યો છે. 15 દિવસ પહેલા યુ.કે.થી પરત ફરેલા યુવકને નવા સ્ટ્રેનનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. હાલમાં યુવકને ગોત્રી હોસ્પિટલ ખાતે નિરીક્ષણ હેઠળ સારવાર આપવામાં આવી રહી છે.
યુવક ભારત આવ્યો ત્યારે કોવિડ-19નો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. પરંતુ 3 દિવસ બાદ શંકાસ્પદ લક્ષણો જણાયા હતા. તેના સંપર્કમાં આવેલા અન્ય ત્રણ લોકોના સેમ્પલ પુણે મોકલવામાં આવ્યા હતા. જ્યાં યુવક સહિત અન્ય 3 લોકોનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હોવાનું સામે આવ્યુ છે.
