વડોદરામાં પ્રાથમિક શાળાઓમાં રક્ષાબંધન પર્વની ઉજવણી
Live TV
-
) શ્રાવણી પૂર્ણિમા એટલે રક્ષાબંધનનો પવિત્ર દિવસ છે. દેશભરનાં તમામ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.બ્રાહ્મણો આજે જનોઈ બદલે. આજના દિવસે બહેન પોતાના ભાઈને રાખડી બાંધી લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરતી હોય છે. સમગ્ર દેશમાં રક્ષાબંધનની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. વડોદરામાં પ્રાથમિક શાળાઓમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી
વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત શ્રી સ્વામી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા બપોરમાં ગત શનિવારના રોજ રક્ષાબંધન પર્વની ઉજવણી ખુબ જ ઉત્સાહ પૂર્વક કરવામાં આવી હતી.શાળાના ઉત્સાહિત શિક્ષિકાઓ દ્વારા અંતગર્ત રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને રક્ષાબંધનનું ધાર્મિક મહત્વ અને ઈતિહાસ ને ઉજાગર કરતા પ્રસંગ વર્ણવ્યા હતા.
વડોદરાના હરણીમાં માધવરાવ સદા શિવરાવ ગોળવળકર પૂજ્ય ગુરુજી પ્રાથમિક શાળામાં રક્ષાબંધનની ઉજવણી. પૂજ્ય ગુરુજી પ્રાથમિક શાળા હરણીમાં બાલવાટિકાથી ધોરણ 8 સુધીમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. જેમાં મંત્રોચ્ચાર સાથે બાળકીઓ રાખડી લાવી તેમજ બાળકો ચોકલેટ આપી બાળકીઓ દ્વારા કુમકુમ તિલક કરીને રક્ષાબંધનમાં આવી બાળકોની ખૂબ મજા આવી.
