Skip to main content
Settings Settings for Dark

વડોદરામાં વિશ્વામિત્રી નદીને પહોળી અને ઊંડી કરવાના પ્રોજેકટની 90 ટકા કામગીરી પૂર્ણ

Live TV

X
  • વડોદરા શહેરમાં પૂરની સ્થિતિનું નિર્માણ ફરી વાર ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. પાલિકા દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટની 90 ટકા કામગીરી પૂર્ણ થઇ ગઇ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે ત્યારે અંતિમ તબક્કામાં ચાલી રહેલી કામગીરીનું આજે મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુએ સંબંધિત અધિકારીઓ સાથે કલ્યાણ નગર પાસે નિરીક્ષણ કર્યું હતું. નોંધનીય છે કે, પાલિકા દ્વારા આગામી 10 જૂન પહેલાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ પૂરો કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

    મ્યુનિસિપલ કમિશનર પ્રોજેક્ટનું સ્થળ પર જઇ નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા
    વડોદરા મહાનગર પાલિકા દ્વારા વિશ્વામિત્રી રિવાઈવલ પ્રોજેક્ટની કામગીરી આગળ ધપી રહી છે. આજે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ પ્રોજેક્ટનું સ્થળ પર જઇ નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. તેમણે મુજમહુડા બ્રિજથી અકોટા સ્મશાન સુધી નદીની ઊંડી, પહોળી અને જંગલ કટિંગ સહિતના કામોનું અવલોકન કર્યું હતું. પ્રોજેક્ટ અંતર્ગત નદીની સફાઇ, તટની મજબૂતી અને આસપાસના વિસ્તારમાં હરિયાળી વધારવાના પ્રયાસો ચાલી રહ્યા છે. કમિશનરે અધિકારીઓને કામગીરીમાં વધુ ઝડપ લાવવા અને ગુણવત્તા જાળવવા સૂચના આપી હતી.વિશ્વામિત્રી રિવાઈવલ પ્રોજેક્ટ વડોદરાના વિકાસ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને શહેરના પર્યાવરણને સુધારવા માટે વિવિધ તબક્કે કામગીરી હાથ ધરાઈ રહી છે.

    શહેર-જીલ્લાના 47 તળાવો હાલ ઊંડા કરવામાં આવી રહ્યા છે
    ગત ઓગસ્ટ માસમાં આવેલા વિનાશક પૂર વડોદરાવાસીઓને યાદ રહી ગયું છે. બે દાયકામાં સૌથી વધુ પાણી ગત વર્ષે વડોદરા શહેરમાં ભરાયા હતા ત્યારે શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી પરના દબાણો અને તેની સાફ-સફાઈ માટે ખાસ કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટી દ્વારા વિશ્વામિત્રીના રીવાઈવલ પ્રોજેક્ટનો રિપોર્ટ રાજ્ય સરકારને સુપ્રત કર્યા બાદ તેની સફાઈની કામગીરી યુદ્ધના ધોરણે શરુ કરવામાં આવી છે. આજે મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુએ કલ્યાણ નગર સયાજીગંજ તરફના વિશ્વામિત્રી નદીની કામગીરીની વિઝીટ કરી હતી. જ્યાં તેઓએ અધિકારીઓને સાથે રાખીને જરૂરી સૂચનો પણ કર્યા હતા.

    મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુએ જણાવ્યું હતું કે, આ સાથે વરસાદી કાંસની સફાઈ તેમજ તળાવો ને ઊંડા કરવાની કામગીરી પણ સાથે જ આયોજનમાં લેવામાં આવ્યા છે. વડોદરા શહેર જીલ્લાના 47 જેટલા તળાવો હાલ ઊંડા કરવામાં આવી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2025 Max Temp : °C Min Temp : °C
apply