Skip to main content
Settings Settings for Dark

વિશ્વ સાયકલ દિવસ નિમિતે લોકોમાં વધતી સ્થૂળતા સામે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ

Live TV

X
  • 3 જૂને વિશ્વભરમાં 'વિશ્વ સાયકલ દિવસ' ઉજવવામાં આવે છે. આ અવસર પર નાગરિકોને સાયકલિંગના ફાયદા અંગે જાગૃત કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ‘ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

    આ દિવસ નિમિતે નાગરિકોમાં સાયકલિંગ વિશે જાગૃતિ ફેલાવા માટે વિવિધ પ્રવૃત્તિઓ યોજાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિકોણ મુજબ, સ્થૂળતા સામે લડવા માટે કેન્દ્ર સરકારે 'ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ' અભિયાન શરૂ કર્યું છે, જેમાં અત્યાર સુધી દેશભરના 4,600થી વધુ સ્થળોએ 2 લાખથી વધુ સાયકલ પ્રેમીઓએ સહભાગીતા નોંધાવી છે.

    આ અભિયાનમાં ગુજરાત સહિત અનેક રાજ્યોના પોલીસ દળો, સરકારી કર્મચારીઓ, NSS સ્વયંસેવકો, રમતવીરો, કોચ અને અન્ય નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

    સ્થૂળતાથી પીડાતા લોકો માટે સાયકલિંગ એક સરળ પરંતુ અસરકારક ઉપાય બની છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૨૫ સુધી 'ઓબેસીટી મુક્તિ' અભિયાન શરૂ કર્યું છે, જેનો ઉદ્દેશ છે સ્વસ્થ ભારત રચવાનું. ગુજરાત રાજ્ય સરકારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં 'સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત' ઝૂંબેશ શરૂ કરી છે.

    સાયકલિંગના ફાયદા:
    1. હ્રદયને તંદુરસ્ત રાખે અને વજન ઘટાડે
    2. ફેફસાંની કાર્યક્ષમતા વધારશે
    3. માનસિક આરોગ્યમાં સુધારો લાવે
    4. શરીરમાં ચરબી ઘટાડી પોષણશક્તિ વધારશે
    5. હૃદયરોગ, કેન્સર, ડાયાબિટીસ જેવા રોગોની શક્યતા ઓછી કરે
    6. બાળકોમાં ઊંચાઈ વધારવામાં મદદરૂપ

    સાયકલિંગ શરીરનાં વજન ઘટાડવામાં, હ્રદય અને ફેફસાંના આરોગ્યમાં સુધારવા, અને માનસિક તણાવ દૂર કરવામાં સહાયક છે. સાથે સાથે, પર્યાવરણને બચાવવા પણ સાયકલિંગ મહત્વપૂર્ણ ભુમિકા ભજવે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2025 Max Temp : °C Min Temp : °C
apply