વડોદરાવાસીઓને જન્માષ્ટમી પૂર્વે મોટી ભેટ, 2 નવી વિમાન સેવા શરૂ
Live TV
-
વડોદરાવાસીઓને જન્માષ્ટમી પૂર્વે મોટી ભેટ મળી.. કેન્દ્ર સરકારે બે નવાં શહેરોને જોડતી વિમાન સેવા ભેટ આપી છે. જેમાં વડોદરા થી ઇન્દોર અને વડોદરા થી જયપુર વચ્ચેની સેવાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. વડોદરાના સાંસદ નાગરિક અને ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુને વડોદરામાં નવી ફલાઈટ શરૂ કરવા માટે રજુઆત કરવામાં આવી હતી. જેના પગલે કેન્દ્ર સરકારે વડોદરા માટે ચાર નવી ફલાઈટ મંજુર કરી છે. આજે વડોદરા એરપોર્ટ પર સાંસદ રંજનબેન ભટ્ટના હસ્તે વડોદરા જયપુર અને વડોદરા ઈંદોરની ફલાઈટની , શરૂઆત કરવામાં આવી. આ પ્રસંગે સાંસદ રંજનબેન ભટ્ટે , યાત્રીઓને બોર્ડિગ પાસ આપી સ્વાગત કર્યુ હતું. તેમણે જણાવ્યું , કે શહેરવાસીઓને આગામી સમયમાં , વધુ 2 ફલાઈટ કનેક્ટીવીટ પણ મળશે.