વડોદરા ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા શહીદ દિવસ નિમિત્તે પ્રભાત ફેરી અને રેલી યોજવામાં આવી
Live TV
-
વડોદરા ખાતે શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શહેરમાં ભાજપ યુવા મોરચા દ્વારા શહીદ દિવસ નિમિત્તે પ્રભાત ફેરી તેમજ રેલી યોજવામાં આવી હતી. વડોદરા મહાનગર પાલિકા દ્વારા પુષ્પાંજલિ અને ત્રિરંગા ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિર યોજવામાં આવી હતી. દેશની આઝાદી માટે લડીને પ્રાણની આહુતિ આપનારા ભારતના ત્રણ સપૂતો શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને અંગ્રેજ સરકારે ફાંસીની સજા ફરમાવી હતી.
આ ત્રણેય ક્રાંતિકારીઓનું બલિદાન ભારતના યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યું છે. પ્રભાત ફેરી બાદ તમામ ઉપસ્થિત મહાનુભાવોએ શહીદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પહાર કરીને દેશ માટે બલિદાન આપનાર તમામ શહીદોની શહાદતને યાદ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.