વડોદરા પોલીસે કરી પેટ્રોલીંગ માટે ઇ-રીક્ષાની શરૂઆત
Live TV
-
ઈ-રિક્ષામાં વાયરલેસ સેટ, પોલીસ લાઈ,ટ માઇક્રોફોન, LED ડિસ્પ્લે, સાયરનની સુવિધા રાખવામાં આવી
પોલીસને અત્યાર સુધી તમે જીપમાં કે કારમાં પેટ્રોલીંગ કરતા જોયા હશે. પરંતુ કોઈ દિવસ રીક્ષામાં પેટ્રોલીગ કરતા નહિં જોયા હોય. વડોદરા પોલીસે ગુજરાતમાં પ્રથમ વખત નવતર પ્રયોગ કરી ઈ-રિક્ષા લોચ કરી છે. જેમાં પોલીસ શહેરના બગીચાઓ અને યુનિવર્સીટી કેમ્પસમાં તેમજ ગીચ વિસ્તારોમાં ઈ-રિક્ષામાં બેસી પેટ્રોલીંગ કરશે. વડોદરા પોલીસ કમિશનર મનોજ શશીધર સતત પોલીસને નવી નવી ટેકનોલોજીથી સજજ કરી રહ્યા છે. ટેકનોલોજીના ઉપયોગની સાથે સાથ પોલીસ પર્યાવરણની જાળવણીની પણ ચિંતા કરી રહી છે. તેના ભાગરૂપે આજે વડોદરા પોલીસ કમિશનરે ઈ રિક્ષા લોંચ કરી હતી. ઈ-રિક્ષામાં હવે પોલીસના જવાનો શહેરના કમાટીબાગ અને એમ.એસ.યુનિવર્સીટીમાં પેટ્રોલીગ કરી અસામાજિક તત્વોને પકડશે. આ ઈ-રિક્ષામાં વાયરલેસ સેટ, પોલીસ લાઈટ, માઇક્રોફોન, LED ડિસ્પ્લે, સાયરનની સુવિધા રાખવામાં આવી છે. પોલીસ કમિશનરે લોકાર્પણ કરેલી ઇ- રીક્ષા થી સાંજ ના સમયે કમાટીબાગમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તેને જોવા માટે લોકોમાં આકર્ષણ જોવા મળ્યું હતું.
