વડોદરા : શેરડી ભરનારા ખેડૂતો સભાસદો, શ્રમિકો અને શેરડીનું પરિવહન કરનારાઓના બાકી નીકળતા નાણાં ચૂકવાશે
Live TV
-
રાજ્ય સરકાર દ્વારા ગંધારા સુગરમા શેરડી ભરનારા ખેડૂતો સભાસદો, શ્રમિકો અને શેરડીનું પરિવહન કરનારાઓના બાકી નીકળતા નાણાં ચૂકવવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા ગંધારા સુગરમા શેરડી ભરનારા ખેડૂતો સભાસદો, શ્રમિકો અને શેરડીનું પરિવહન કરનારાઓના બાકી નીકળતા નાણાં ચૂકવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેનો કાર્યક્રમ ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રી તેમજ નાયબ મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં આજરોજ રાખવામાં આવ્યો છે. લાભાર્થીઓ આ કાર્યક્રમને નિહાળી શકે અને તેમાં સહભાગી બની શકે તે માટે કરજણ, શિનોર, ડભોઇ અને વડોદરા તાલુકાના ૩૧ સ્થળોએ જીવંત પ્રસારણ સહ કાર્યક્રમનું સવારના ૧૦ વાગે આયોજન કરવામાં આવ્યું છે. આ ૩૧ સ્થળો પૈકી રાજ્યમંત્રીશ્રી યોગેશભાઈ પટેલ કરજણ તાલુકાના કુરાલી ગામે સ્વામિનારાયણ મંદિર ખાતે રાખવામાં આવેલા કાર્યક્રમમાં અને મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમાર મિયાગામના સુમેરુ તીર્થધામ ખાતે રાખવામાં આવેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
