'વતન પ્રેમ યોજના'થી સુરતનું નાની ભટલાવ ગામ બન્યું આધુનિક શિક્ષણનું હબ
Live TV
-
દ્રઢ સંકલ્પ અને સરકારી યોજનાનો યોગ્ય સમન્વય થાય તો કેવું અદભુત પરિણામ આવી શકે, તેનું જીવંત ઉદાહરણ સુરત જિલ્લાના મહુવા તાલુકાના નાની ભટલાવ ગામે પૂરું પાડ્યું છે. કોરોના કાળ દરમિયાન એક સામાન્ય જર્જરિત હોલમાંથી શરૂ થયેલી એક નાનકડી લાઈબ્રેરી આજે ગુજરાત સરકારની ‘વતન પ્રેમ યોજના’ હેઠળ એક અત્યાધુનિક ડિજિટલ જ્ઞાનધામમાં પરિવર્તિત થઈ ચૂકી છે. આ કેન્દ્ર આજે આદિવાસી વિસ્તારના દીકરા-દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યને નવી પાંખો આપી રહ્યું છે.

સરકાર અને લોકભાગીદારીનું અનોખું ઉદાહરણ
ગ્રામીણ વિસ્તારના યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે શહેરો તરફ ન દોડવું પડે તે માટે ગામના અગ્રણીઓ અને સરકારે સાથે મળીને આ ભગીરથ કાર્ય ઉપાડ્યું હતું. આ લાઈબ્રેરીના આધુનિકીકરણ માટે દાતાઓ દ્વારા Rs 7 લાખ નું લોકભાગીદારીનું દાન અને રાજ્ય સરકાર તરફથી Rs 10.50 લાખ ની ગ્રાન્ટ મળતા, જૂનો હોલ હવે બે માળના ભવ્ય ભવનમાં ફેરવાઈ ગયો છે.
હાઈ-સ્પીડ ઈન્ટરનેટ અને 24 કલાક ફ્રી સુવિધા
આ મોર્ડન લાઈબ્રેરીની સૌથી મોટી વિશેષતા એ છે કે તે આસપાસના 15થી 20 જેટલા ગ્રામીણ અને આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ માટે 24 કલાક તદ્દન વિનામૂલ્યે (Free) કાર્યરત છે.
-
ડિજિટલ કનેક્ટિવિટી: સમગ્ર સંકુલ હાઈ-સ્પીડ વાઈ-ફાઈ અને કોમ્પ્યુટર લેબથી સજ્જ છે, જેથી વિદ્યાર્થીઓ ઓનલાઈન ક્લાસીસ અને ડિજિટલ મટીરિયલ સરળતાથી મેળવી શકે છે.
-
ક્ષમતા અને વાતાવરણ: આ કેન્દ્રમાં એકસાથે 123થી વધુ વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં અભ્યાસ કરી શકે તેવી બેઠક વ્યવસ્થા છે.
-