Skip to main content
Settings Settings for Dark

વનથી ઘેરાયેલા ડાંગમાં વન મહોત્સવની ઉજવણી

Live TV

X
  • ડાંગ જિલ્લો વનથી ઘેરાયેલો જિલ્લો છે. જિલ્લામાં 71મા વન મહોત્સવની ઉજવણી થઇ રહી છે. સાપુતારાના સનસેટ પોઇન્ટ ખાતે મહોત્સની ઉજવણી કરવામાં આવી હતી. કોરોના ગાઇડલાઇન મુજબ કાર્યક્રમના આયોજન વખતે પણ સોસિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવ્યું હતું.

    આ પ્રસંગે વન અને આદિજાતિ વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, સહભાગી વન વ્યવસ્થાને કારણે રાજ્યમાં વન વિસ્તારમાં વધારો નોંધાયો છે. વન વિસ્તાર માટે સાડા છ લાખથી વધુ આદિવાસી પ્રજાજનોનો સહકાર મળ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, આદિવાસી સમાજ એ પ્રકૃતિ પૂજક છે ત્યારે પ્રકૃતિને નુકશાન ન થાય તે જોવાની જવાબદારી આપણા સૌની છે.વન મહોત્સવ દરમિયાન ૬ લાખ રોપાનું વાવેતર કરવા ઉપરાંત માલિકી યોજનાના ખાતેદારોને રૂપિયા ૫૧ લાખથી વધુના ચેકો અર્પણ કરવામાં આવ્યા હતા. રાજકીય આગેવાનો અને વહીવટી અધિકારીઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply