વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી, આવતીકાલે રાજ્યના વનમંત્રી બનાસકાંઠાના બાલારામની મુલાકાતે
Live TV
-
વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરા આવતીકાલે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત બનાસકાંઠાના બાલારામ ખાતે નેચર એજ્યુકેશન એન્ડ ઇકોટુરિઝમ કેમ્પ સાઇટનું લોકાર્પણ કરશે. બાલારામ ઉજાણી ગૃહ ચિત્રાસણી ખાતે અંદાજે 5 હેક્ટર વિસ્તારમાં નેચર એજ્યુકેશન એન્ડ ઇકોટુરિઝમ કેમ્પ સાઇટ બનાવવામાં આવી છે. જેનો ઉદ્દેશ્ય પ્રકૃતિ શિક્ષણ શિબિર અને ઇકોટુરિઝમ દ્વારા ભાવિ પેઢીને કુદરત સાથે જોડી અનુભૂતિ કરાવવાનો છે.
વન્ય જીવોના સંરક્ષણ માટે ફળાઉ વૃક્ષોનું વાવેતર, પવન ચક્કી દ્વારા પાણીની સુવિધા, ટ્રેપ, કેમેરા ફેરણ, ચેકડેમ, વન તલાવડી, ગઝલર, કૃત્રિમ રાફડા, કૃત્રિમ ગુફાઓ જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા વન વિભાગના સંરક્ષણ અને સંવર્ધનના પ્રયાસોને લીધે ગુજરાતમાં રીંછ તથા ઈજિપ્ત પ્રજાતિના ગિધની સૌથી વધુ વસ્તી બનાસકાંઠામાં નોંધાઈ છે. આ નેચર એજ્યુકેશન એન્ડ ઇકોટુરિઝમ કેમ્પ સાઇટ શરૂ થવાથી સ્થાનિક લોકોને પણ રોજગારીની તક મળશે.
