વન વિભાગ દ્વારા સુરેન્દ્રનગર ખાતે વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
Live TV
-
2 ઓકટોબરથી 8 ઓકટોબર સુધી વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજયમાં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર પરિવર્તન એકેડેમી ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. સુરેન્દ્રનગર ક્ષેત્રીય વન વિભાગના નાયબ વન સંરક્ષકના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ કાર્યક્રમને સંબોધન કરતાં નાયબ વન સંરક્ષકે જણાવ્યું હતું કે, વન વિભાગ દ્વારા હાલ રાજ્યમાં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી થઈ રહી છે. જેના ભાગરૂપે આજરોજ આપણે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ઉજવાઇ રહ્યો છે. વન્ય પ્રાણીઓ જીવસૃષ્ટિના અભિન્ન અને અતિ અગત્યના ભાગ છે.રાજ્યમાં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી થઈ રહી છે ત્યારે અધિકારી દ્વારા ઉલ્લેખ કર્યો હતો કે, લેખક કનૈયા લાલ મુનશીની પ્રેરણાથી વર્ષ 1952થી વન મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. વન્ય પ્રાણીઓના સંરક્ષણ કરવા માટે સરકાર દ્વારા વિવિધ કાર્યો કરવામાં આવી રહ્યા છે. સાથે લોકોને પર્યાવરણ પ્રત્યે આત્મીયતા કેળવવા તેમજ વન્ય પ્રાણીઓના સંરક્ષણ અને સંવર્ધન માટે વધુ જાગૃત બની સક્રિય પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો. તેમણે વન્ય જીવોના સંરક્ષણને માનવની નૈતિક ફરજ ગણાવી હતી. કાર્યક્રમમાં પરિવર્તન એકેડેમીના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વન્યજીવોનું રક્ષણ કરતા લોકોનું પ્રમાણપત્ર આપીને કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યુ હતુ. ઉપરાંત કાર્યક્રમમાં વધુમાં વધુ વૃક્ષો વાવવાનો સકલ્પ કરવામાં આવ્યો.
કાર્યક્રમમાં વન વિભાગના કર્મીઓની કામગીરીને પણ બિરદાવી હતી.સાથે કાર્યક્રમની શરૂઆતમાં નાયબ વન સંરક્ષક,તેંમજ રેન્જ ફોરેસ્ટ ઓફિસર,સહિતના મહાનુભાવો દ્વારા વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણીમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓની અંદર સારું પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવ્યું હતું. સાથે વન્યપ્રાણીઓ જીવનનું અભિન્ન અંગ છે તેમજ વન્ય પ્રાણીઓ દ્વારા જ આહાર શૃંખલા જળવાઈ રહે છે તેમ જણાવતા ઉપસ્થિત સર્વેને વન્યજીવ બચાવવાના અભિયાનમાં સહયોગ માટે વિનંતી કરી હતી.
કાર્યક્રમમાં નાયબ વન સંરક્ષક એન.જે.પરમાર પ્રકૃતિ પ્રેમી દેવરથસિંહ મોરી, એમ આર મેર .આર .એફ. એકેડેમીના પ્રમુખ મહિપતભાઈ જીડીયા વઢવાણ એચ.બી હેરમાં વનપાલ એમ.એલ.રાઠોડ વનરક્ષક એન. કે.સાપરા વનરક્ષક દર્શના બી જાદવ વન રક્ષક તથા ફોરેસ્ટ ટીમ એન.જી.ઓ. સભ્યો વિદ્યાર્થીઓ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
