Skip to main content
Settings Settings for Dark

રાજ્ય સરકારે ગ્રામ્ય કક્ષાના 16 નાના-મોટા ધાર્મિક સ્થળોના વિકાસ માટે 37 કરોડ 80 લાખ રૂપિયા કર્યા મંજુર

Live TV

X
  • વડોદરા, મહાસાણા, અમદાવાદ, રાજકોટ અને અરવલ્લી જિલ્લાના મંદિરના વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી છે.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામ્ય કક્ષાના 16 નાના-મોટા ધાર્મિક સ્થળોના વિકાસ માટે 37 કરોડ 80 લાખ રૂપિયા મંજુર કર્યા છે. રાજ્ય સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડને અલગ-અલગ સંસ્થાઓ/ટ્રસ્ટો દ્વારા નાના-મોટા તીર્થસ્થાનોના વિકાસ માટેની દરખાસ્તો મળી હતી, જેની ઉપર વિચારણા કરી રાજ્ય સરકારે સૈદ્ધાંતિક મંજુરી આપી છે. 

    જેમાં વડોદરા જિલ્લાના 4 તીર્થસ્થાનોના વિકાસ માટે પોણા આઠ કરોડ, મહેસાણા જિલ્લાના 6 તીર્થસ્થાનોના વિકાસ માટે લગભગ સાડા પંદર કરોડ, અમદાવાદના ધોળકામાં આવેલ મંદિરના વિકાસ માટે ચાર કરોડથી વધુ  તથા પાટણના ખોડિયાર માતા મંદિર તથા તળાવ બ્યુટીફિકેશનના કામો માટે પોણા પાંચ કરોડ,  તો રાજકોટના ખોડલધામ મંદિરના વિકાસ માટે દોઢ કરોડથી વધુ વિકાસના કામો મંજૂર કર્યા છે. ઉપરાંત અરવલ્લીના ગણપતિ મંદિરના વિકાસ માટે સવા કરોડ રૂપિયા મંજુર કર્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply