હિમાચલ પ્રદેશના રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લનું રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કર્યુ
Live TV
-
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કચ્છી સાલ ઓઢાડીને હિમાચલ પ્રદેશના રાજ્યપાલનું અભિવાદન કર્યું હતું.
હિમાચલ પ્રદેશના રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લ અને લેડી ગવર્નર જાનકી શુક્લ આજે રાજભવન, ગાંધીનગર પધાર્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
બે દિવસની ગુજરાત મુલાકાતે પધારેલા હિમાચલ પ્રદેશના રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું હિમાચલની ઓળખ સમી બુશેહરી ટોપીથી અભિવાદન કર્યું હતું, તો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કચ્છી સાલ ઓઢાડીને હિમાચલ પ્રદેશના રાજ્યપાલનું અભિવાદન કર્યું હતું.
