વરસાદના પગલે ડેમ-જળાશયો છલકાયાં, આજી ડેમના દરવાજા 7 ફૂટ ખોલાતા લોકોને કરાયા સાવચેત
Live TV
-
ભારે વરસાદના કારણે ડેમ, જળાશયો છલકાયાં-નર્મદા ડેમની સપાટી 128.55 મીટરે પહોંચી. હિસાગરના કડાણા ડેમના દરવાજા કરાયા બંધ-હાલ ડેમની જળસપાટી 416 ફુટ
ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમની સપાટીમાં છેલ્લા 4 દિવસથી સતત વધારો નોંધાઇ રહ્યો છે. નર્મદા ડેમની સપાટી 127.24 મીટરે પહોંચી છે. ડેમમાં ઉપરવાસમાંથી 1.75 લાખ ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. જેથી ગુજરાત માટે કેનાલમાં 6000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
કરજણ ડેમની સપાટીમાં પણ ,વધારો થતાં ,8 દરવાજામાંથી 5 દરવાજા ખોલવામાં આવ્યા છે અને 40,495 ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડાઈ રહ્યું છે.સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદને કારણે જિલ્લાના તમામ ડેમની સપાટી છલોછલ થઈ છે. મોરબી જિલ્લામાં ઉપરવાસમાં થયેલ ભારે વરસાદને કારણે મચ્છુ ડેમ-2માં સતત પાણીની આવક થઈ રહી છે. જેથી ડેમના 18 દરવાજા 12 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે.
બનાસકાંઠામાં દાંતીવાડાના સીપુ ડેમની સપાટી ભયજનક પર પહોંચી છે. કચ્છની જીવાદોરી સમાન ટપ્પર ડેમ ઓવરફ્લો થયો છે. જેથી ટપ્પર ડેમના ત્રણ દરવાજા ખોલાયા છે. કડાણા ડેમના ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થતાં અને વરસાદે વિરામ લેતાં કડાણા ડેમના દરવાજા જળસંગ્રહ માટે બંધ કરવામાં આવ્યા છે. હજી પણ બંધના ઉપરવાસમાંથી 79 હજાર 430 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.
આ દરમિયાન ડેમના ચાર પાવર હાઉસ કાર્યરત છે. આ પાવર હાઉસ મારફતે 20 હજાર ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને 500 ક્યુસેક પાણી સુજલામ સુફલામ કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસ અને આસપાસના વિસ્તારમાં મુશળધાર વરસાદ થતાં ભાદર ડેમમાં પાણીની વધારાની આવક થતાં બંધ ત્રીજી વાર ઓવરફ્લો થયો છે.
બંધના 29 દરવાજા ખોલવામાં આવતાં નીચાણવાસના પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ઘેડ પંથક ના તમામ ગામો બેટમાં ફેરવાઇ ગયા હતા. સેગરસ, પસવારી, જમરા, મૈયારી, નવિબંદર ગામોમાં પાણી ભરાઇ ગયા હતા. ઘેડ પંથકની ભૌગૌલિક રચના રકાબી આકારની છે. તેથી જૂનાગઢ જિલ્લાની મોજ અને રાજકોટ જિલ્લા ની ભાદર નદીમાં પાણીની આવક થતાં આ વિસ્તારોમાં પાણી ભરાય છે. જોકે આગળ જતાં પાણી દરિયામાં ભળી જાય છે.
