Skip to main content
Settings Settings for Dark

વલસાડના ડિપ્લોમા મેકેનિકલ એન્જીનીયરે સ્ક્રેપમાંથી ખેડૂતોને ઉપયોગી મીની ટ્રેકટર બનાવ્યુ

Live TV

X
  • હાલની કોરોના મહામારીમાં પીએમ નરેન્દ્રભાઇ મોદીના આત્મનિર્ભરના સંદેશને આ યુવાને ચરિતાર્થ કર્યો

    મક્કમ મનોબળ અને આત્મવિશ્વાસનો પરચો વલસાડના ડિપ્લોમા મેકેનિકલ એન્જીનીયરે જાતે સ્ક્રેપમાંથી ખેડૂતોને ઉપયોગી મીની ટ્રેકટરનો આવિષ્કાર કરી બતાવ્યો ... હાલની કોરોના મહામારીમાં પીએમ નરેન્દ્રભાઇ મોદીના આત્મનિર્ભરના સંદેશને આ યુવાને ચરિતાર્થ કર્યો છે.

    વલસાડ તાલુકાના પીઠા ગામના પહાડ ફળિયાના ડિપ્લોમા મેકેનિકલ એન્જિનિયર અને વધુ અભ્યાસ અર્થે વિદેશમાં જઈ રહેલા તેજસ્વી યુવાન અક્ષર પટેલની. આ યુવાને પીએમની મન કી બાત કાર્યક્રમમાં આત્મનિર્ભરની વાતને મનમાં ગાંઠ વાળી કંઈક કરવાના વિચાર સાથે મીની ટ્રેકટરની ડિઝાઇન બનાવી એ દિશામાં આગળ વધી આશરે દોઢ મહિનાની મેહનતને અંતે આશરે 60 કિમીનું માઇલેજ આપતું ખેતી કાર્યોમાં સહાયરૂપ મીની ટ્રેકટર બનાવ્યું છે...લોકડાઉનમાં પીએમના આત્મનિર્ભરની વાતથી પ્રભાવિત થઈ સમયનો સદુપયોગ કરી બનાવેલી ડિઝાઇનના સથવારે
    ટાયર સિવાય બાઇકથી લઈ ફોર વ્હિલના જુના પાર્ટ્સ વિવિધ સ્થળો પરથી શોધી કાઢી, અમુક પાર્ટ્સ જાતે બનાવી મીની ટ્રેકટરના આવિષ્કાર સાથે ઇચ્છાશક્તિનું એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

    વલસાડ જિલ્લાના ના વિસ્તારોમા આંબાવાડીઓ વિપુલ પ્રમાણમા છે. ખેતરોમાં બાઇક ચલાવવામા પડતી તકલીફને પગલે બનાવેલી બાઇકની ક્ષમતા ઓછી હોવાથી વધુ ક્ષમતા ધરાવતા સાધન બનાવવાની ઈચ્છા વચ્ચે આત્મનિર્ભરની મનમાં ગાંઠ વાળી લોકડાઉનમાં ખેતીના દરેક કામમાં ઉપયોગી સાબિત થાય અને ખર્ચ પણ વધુ નહીં આવે એ મુજબનું આ સાડા સાત એચપીનું મીની ટ્રેકટર બનાવ્યું છે...અને આ મીની ટ્રેકટરની સાથે જોડેલા ટ્રેલર મારફતે ખેતી માટે ખાતરની બેગ લઈ જવામાં, લાકડા લાવવા માટે અને મુખ્યત્વે કેરીના પાકને લાવવા અને માર્કેટ સુધી લઈ જવામાં ખૂબ સહાયરૂપ સાબિત થઈ શકે એમ છે....વધુમાં યુવાને એક પ્રકારે એક વ્યકતિ આ મીની ટ્રેકટર મારફતે એક થી વધુ ખેતીના કર્યો કરી શકે એમ છે......આ મીની ટ્રેકટરથી પ્રભાવિત અન્ય ખેડૂતોઓ પણ જણાવી રહ્યા છે કે ....સામાન્ય ખેડૂત મોટા સાધન લઈ શકે એમ નથી. યુવાને બનાવેલું આ મીની ટ્રેકટર માલવાહક સહિત અન્ય ખેતી કાર્યોમાં ઘણું ઉપયોગી સાબિત થશે.

    સરકાર અમારા જેવા યુવા મેન્યુફેક્ચરિંગ કરનારાઓને સહકાર, રિસર્ચ અને ડેવલપમેન્ટની માહિતી આપી આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવા મદદરૂપ થાય જેથી કરી ને વડાપ્રધાન ના આત્મનિભર ના સપના ને ગુજરાત ના યુવાનો સાર્થક કરી બતાવશે...

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply