રાજ્યના તમામ ડૉક્ટર્સને કોરોના સંક્રમિતોની સારવારમાં જોડાવા CM રૂપાણીનો અનુરોધ
Live TV
-
મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીએ ઇન્ડીયન મેડીકલ એસોસિએશન સાથે સંકળાયેલા ગુજરાતના જિલ્લા મથકો, નગરો અને મહાનગરોના ખાનગી ક્ષેત્રના તબીબોને રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ અને સંક્રમિતોની સારવારમાં વધુ સક્રિયતાથી જોડાવા અનુરોધ કર્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ ની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી વિવિધ જિલ્લા મથકોએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા I.M.A.ના તબીબો સાથે વાતચીત સંવાદ કરીને તેમની સેવાઓ અને સહયોગ રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ માટે મળે તે માટે પરામર્શ કર્યો હતો.
ઇન્ડીયન મેડીકલ એસોસિએશનના ડો. કેતન દેસાઇએ પણ, વિવિધ જિલ્લા મથકોએ રહેલા તેમના એસોસિએશનના સભ્ય તબીબો સાથે વાતચીત કરીને મુખ્યમંત્રીશ્રીની આ અપીલનો ત્વરીત પ્રતિસાદ આપવા માર્ગદર્શન આપ્યુ હતુ.
મુખ્યસચિવ શ્રી અનિલ મુકીમ મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાશનાથન કોવિડ - ૧૯ નિયંત્રણ દેખરેખ અને સારવાર સંકલનના રાજ્યકક્ષાના ખાસ અધિકારી અને મહેસૂલ અધિક, મુખ્ય સચિવ પંકજ કુમાર, મુખ્યમંત્રીના અગ્રસચિવ એમ.કે.દાસ, આરોગ્ય અગ્રસચિવ ડો. જયંતિ રવિ અને અગ્રણી તબીબો આ વિડિયો કોન્ફરન્સમાં જોડાયા હતા.
