શામળ પટેલ બન્યા GCMMFના ચેરમેન, CM રૂપાણીએ પાઠવી શુભેચ્છા
Live TV
-
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એટલે કે, GCMMFના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થયું છે. જે મુજબ G.C.M.M.F. ને નવા ચેરમેન અને વાઇસ ચેરમેન મળ્યાં છે.
GCMMFના ચેરમેન પદે શામળભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે, વાલમજી હુંબલ ચૂંટાઈ આવ્યાં છે. ભાજપ દ્વારા આઇ.કે. જાડેજાને GCMMFની ચૂંટણીમાં નિરીક્ષક બનાવ્યા હતા. મહત્વપૂર્ણ છે કે આ અગાઉ રામસિંહ પરમાર GCMMFના ચેરમેન પદે હતાં જ્યારે જેઠાભાઈ ભરવાડ વાઇસ ચેરમેન પદે હતા.
હવે તેમની જગ્યાએ સાબર ડેરીના ચેરમેન શામળભાઈ પટેલને GCMMF ચેરમેન બનાવાયા છે, જ્યારે કચ્છ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન વાલમજીભાઈ હુંબલને GCMMFના વાઇસ ચેરમેનનો પદભાર સોંપવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના નવા વરાયેલા ચેરમેન-વાઇસ ચેરમેનને હ્વદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીએ ફેડરેશનના આ બે નવા નેતૃત્વકર્તાઓના માર્ગદર્શનમાં ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશન અને તેને સંલગ્ન દૂધ સંઘો-ડેરીઓ શ્વેતક્રાંતિમાં ગુજરાતને વધુ અગ્રેસરતા પ્રાપ્ત કરાવે તેવી શુભકામનાઓ પણ આપી છે.
