વલસાડના તિથલ બીચ પર સફાઈ અભિયાન હાથ ધરાયું
Live TV
-
પર્યાવરણ ની જાળવણી અને દરિયા કિનારો સ્વચ્છ રાખવા સ્વર્ણ ભારત પીપલ્સ ફોર હ્યુમિનિટી એનિમલ એન્ડ એનવાયર્નમેન્ટ સંસ્થા દ્વારા વલસાડના તિથલ બીચ પર સફાઈ અભિયાન હાથ ધરાયુ હતું.
પર્યાવરણ ની જાળવણી અને દરિયા કિનારો સ્વચ્છ રાખવા સ્વર્ણ ભારત પીપલ્સ ફોર હ્યુમિનિટી એનિમલ એન્ડ એનવાયર્નમેન્ટ સંસ્થા દ્વારા વલસાડના તિથલ બીચ પર સફાઈ અભિયાન હાથ ધરાયુ હતું. જેમાં સંસ્થાના પ્રમુખ અને સભ્યો દ્વારા, બીચ ઉપર રહેલ પ્લાસ્ટિકના કચરાની સાફસફાઈ કરી, સમાજમાં જાગૃતિ લાવવા તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્રારા શરૂ કરવામાં આવેલ સ્વચ્છ ભારતના અભિયાન ને સાકાર કરવા આ અભિયાન કરાયું હતું. પ્લાસ્ટિકના લીધે પર્યાવરણ ને અને માનવ જીવન ને ભારે નુકશાન ભોગવવું પડી રહ્યું છે. સાથે પ્લાસ્ટિક ના ઉપયોગ થી દરિયાઈ જીવો ને પણ જીવ ગુમાવવો પડે છે. ત્યારે આ સંસ્થા દ્વારા પણ પ્રધાનમંત્રીના કાર્યને સાકાર કરવા અનેક જાગૃતિ કાર્યક્રમો કરાઈ રહ્યા છે.