માનસિક દિવ્યાંગ બાળકોએ બનાવ્યા 2 બજારથી વધુ દીવડા
Live TV
-
કલા અને કસબ માટે તીવ્ર બુદ્ધિ હોય તો જ નાવીન્ય શક્ય છે. જો કે સાબરકાંઠા જિલ્લામાં માનસિક દિવ્યાંગ બાળકોએ દિવાળી નિમિત્તે બનાવેલા માટીના કોડીયા આ કહેવતને ખોટી પાડે છે.
કલા અને કસબ માટે તીવ્ર બુદ્ધિ હોય તો જ નાવીન્ય શક્ય છે. જો કે સાબરકાંઠા જિલ્લામાં માનસિક દિવ્યાંગ બાળકોએ દિવાળી નિમિત્તે બનાવેલા માટીના કોડીયા આ કહેવતને ખોટી પાડે છે. આ બાળકોએ બે હજારથી વધુ દીવડા બનાવી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતને એક નવી દિશા ચીંધી છે. હિંમતનગરમાં છેલ્લા 21 વર્ષથી કાર્યરત માનસિક દિવ્યાંગ સ્કૂલ ના બાળકો દ્વારા બનાવાયેલા દીવડાઓએ આકર્ષણ જમાવ્યું છે. રૂપિયા ૧૦ થી લઇ 25 સુધી વિવિધ રંગ રૂપ અને આકારમાં બનાવાયેલા આ દીવડાઓને માનસિક રીતે વિકલાંગ બાળકો એ બનાવ્યા છે તેમજ તેને વિદેશથી ઈમ્પોર્ટેડ કરાયેલ દેવડા સામે ટકી શકે તે પ્રકારે રજૂઆત કરી છે. સંસ્થા દ્વારા આજ દિન સુધી 600થી વધારે બાળકોને સમાજમાં ફરીથી સ્વીકૃત કરાય તે પ્રકારનો પ્રયાસ કરાયો છે. હાલ સંસ્થામાં 100થી વધારે બાળકો અભ્યાસ કરે છે. જોકે દિવાળી નિમિત્તે રજૂ કરાયેલા કોડિયા કોઈપણ સામાન્ય વ્યક્તિની કલ્પના કરતાં કંઈક વિશેષ રૂપે અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો દ્વારા બનાવવામાં આવે છે. આ સ્કૂલમાં દીવડાઓ બનાવવાથી લઈ અને તેની રજૂઆત સુધી શિક્ષકોનો મહત્વનો રોલ રહેલો છે.