Skip to main content
Settings Settings for Dark

વલસાડના યુવકોએ 'મેઇક ઈન ઇન્ડિયા' હેઠળ દેશમાં પ્રથમ ગ્રીન હાઉસ નેટ-રેપ મશીન બનાવ્યું

Live TV

X
  • ઉદ્યોગસાહસિક્તા અથવા નવતર પ્રયોગો દ્વારા આજના યુવાનોને ધંધા રોજગાર માટે સરકાર દ્વારા સ્ટાર્ટઅપ કંપનીની સ્થાપના કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ પ્રકારની પહેલ માટે સંશોધિત અને ઉપયોગી વ્યવસાય કે ધંધા માટે નાણાકીય સહાય, તકનીકી તેમજ પ્રશિક્ષણ મળી રહે તે માટે પણ સરકાર સતત પ્રયત્નો કરી રહી છે. ભારતમાં જ ઉત્પાદિત અને લોકલ ફોર વોકલના નારાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી વસ્તુઓ સ્થાનિક લોકોને સસ્તી પણ મળે અને ઝડપી ઉપલબ્ધ થાય તે હેતુ આવા ભારતીય સ્ટાર્ટ અપને વધુમાં વધુ સફળ બનાવવા માટેના પ્રયોગો અને પ્રયત્નો થઈ રહ્યાં છે.

    વલસાડના યુવકોએ મેઇક ઇન ઇન્ડિયા હેઠળ દેશમાં પ્રથમ ગ્રીન હાઉસ નેટ-રેપ મશીન બનાવ્યું છે. કોમ્પ્યુટર ટેક્નોલોજીનું ઊંડું જ્ઞાન ધરાવતા બે પંજાબી સાહસિક યુવાનો શીખ યુવાન રણજિતસિંગ અને દિલબાગ સિંગે ઇન્ડસ્ટ્રિઝ ક્ષેત્રે પગરણ મૂકી 12 વર્ષની મહેનત બાદ મેઇક ઇન ઇન્ડિયા અભિયાન હેઠળ પ્રથમવાર ગુજરાતમાં પાર્કિંગ શેડ,બાગાયત ખેતી ઉત્પાદનો ભરવાની બેગ તથા ખેતી ક્ષેત્રે ઉપયોગી ગ્રીન હાઉસ નેટ શેડ,પાર્કિંગ શેડ નેટ અને કાંદાબટાકા,લસણ,ખજૂર સહિત કૃષિ ઉત્પાદન ભરવાના રેપ મશીનનું નિર્માણ કરી મોટી સિધ્ધિ પ્રાપ્ત કરી છે.

    આ નવા મશીનની નિકાસ માટે આ સ્ટાર્ટઅપને પોલેન્ડ અને કુવૈતના પણ ઓર્ડર મળ્યા છે. આનાથી સ્થાનિક યુવાનોને અને વિવિધ ટેક્નિકલ ફેકલટીના યુવાનોને રોજગાર મળશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2025 Max Temp : °C Min Temp : °C
apply