વલસાડ : કપરાડાના નાનાપોંઢા ખાતે જિલ્લા કક્ષાનો નિઃશુલ્ક મેગા પશુ કલ્યાણ સારવાર કેમ્પ
Live TV
-
માંદા પશુની સારવાર, સોનોગ્રાફી, પ્રજનન, સર્જરી વગેરેની નિઃશુલ્ક સેવાઓ અપાઇ
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા પ્રેરિત કરૂણા અભિયાનને વધુ વિસ્તૃત કરવાના આશયથી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કપરાડા તાલુકાના નાનાપોંઢા ખાતે યોજાયેલા નિઃશુલ્ક મેગા પશુ કલ્યાણ સારવાર કેમ્પને વન અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી રમણલાલ પાટકર, જિલ્લા પંચાયત પ્રમુખ મણિલાલ પટેલ, કપરાડા ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી સહિત મહાનુભાવોના હસ્તે રીબીન કાપી તેમજ મંગલદીપ પ્રગટાવી ખુલ્લો મૂકાયો હતો.આ અવસરે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે પશુ કલ્યાણ સારવાર કેમ્પની સફળતા માટે શુભકામના પાઠવતાં જણાવ્યું હતું કે, અબોલ પશુઓની સેવા આપવા માટે આદિજિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ પશુઓ પ્રત્યે દયા ભાવના રાખવી દાન આપનારા પ્રયાસો અભિનંદનીય છે. રાજ્ય સરકારે પક્ષીઓની ચિંતા કરી કરૂણા અભિયાન થકી ઘવાયેલા પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી હજારો પક્ષીઓનો જીવ બચાવાના ભગીરથ પ્રયાસો હાથ ધરાયા છે. દરેક જીવ પ્રત્યે પ્રેમભાવ રાખવા માટે જૈન સમાજ ઉચ્ચ દૃષ્ટિ રાખીને કામગીરી કરી રહયા છે, જે સરાહનીય છે. આદિજાતિ વિસ્તારના વિકાસ માટે રાજ્ય સરકારે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. પશુપાલન વિભાગ દ્વારા દૂધાળા પશુઓ માટે સહાય આપવામાં આવે છે, જેનો ધરમપુર-કપરાડા વિસ્તારના હજારો આદિજાતિ લોકોએ લાભ લીધો છે. પશુ સારવાર કેમ્પ દરમિયાન પશુપાલન શિબિર અને પ્રદર્શન દ્વારા પશુપાલકો અને ખેડૂતોને પશુ સારવાર ઉપરાંત તજજ્ઞો દ્વારા જરૂરી માર્ગદર્શન અપાયું હતું.આ અવસરે પશુપાલન ખાતાની વિવિધ યોજનાકીય લાભોનું મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે વિતરણ કરાયું હતું. મંત્રીશ્રી અને મહાનુભાવોએ પશુસારવાર કેમ્પ, સંકર વાછરડી હરિફાઇ સહિત વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી હતી.કેમ્પ દરમ્યાન માંદા પશુની સારવાર, પ્રજનન સંબંધી બીમારીની સારવાર, કૃમિનાશક ઉપચાર(ડી-વોર્મિંગ), રકત પરિક્ષણ, સોનોગ્રાફી, શષાક્રિયા(સર્જરી-કોઇ પણ પ્રકારની ગાંઠ, હરણીયા, પ્લાસ્ટિક કોથળી, આંખ, શીંગડાનું કેન્સર, હાડકાનું ફ્રેકચર) વગેરે નિઃશુલ્ક સેવાનો ત્રણ હજાર જેટલા પશુપાલકોએ લાભ લીધો હતો.
