સુરતને સ્માર્ટ સિટી પ્રોજેક્ટના અમલીકરણમાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ સિટી એવોર્ડ એનાયત
Live TV
-
સુરત બે પ્રોજેક્ટ કલ્ચર એન્ડ ઇકોનોમિ કેટેગરી અને મોબિલિટી એન્ડ ટ્રાન્સપોર્ટેશન કેટેગરિમાં પણ વિજેતા ઘોષિત.
ધ મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા દેશના સ્માર્ટ સિટીઓને પ્રોત્સાહન આપવા માટે ઇન્ડિયન સ્માર્ટ સિટી એવોર્ડ 2019નું આયોજન કરાયું છે. જે અંતર્ગત તમામ સ્માર્ટ સિટી પાસેથી સુશાસન , પર્યાવરણ,સામાજિક - સાંસ્કૃતિક અને આર્થિક પરિમાણો , શહેરી પર્યાવરણ , મોબિલીટી અને વાહનવ્યવહાર , જળ અને ગટર વ્યવસ્થા જેવી સાત અર્બન થીમ હેઠળ પ્રોજેક્ટનું નોમિનેશન મંગાવવામાં આવ્યું હતું. આ તમામ થિમમાં સુરત સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ લિમિટેડે નોમિનેશન કર્યું હતું. સ્માર્ટ સિટી મિશન હેઠળ સુરતને સ્માર્ટ સિટી પ્રોજેક્ટના શ્રેષ્ઠ પ્રદર્શન માટે સિટી એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે. આ એવોર્ડ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી અને હાઉસિંગ અને અર્બન અફેર્સના કેન્દ્રિય મંત્રી હરદીપસિંહ પુરી દ્વારા 24 જાન્યુઆરીએ વિશાખાપટ્ટનમ ખાતે એનાયત કરવામાં આવશે
