Skip to main content
Settings Settings for Dark

વલસાડ: કોઠાર ગામના હોળી ફળિયામાં મકાન તૂટી પડ્યું

Live TV

X
  • સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં

    છેલ્લા 3 દિવસથી વલસાડ જિલ્લા માં વરસાદી માહોલ છવાયો છે. સમગ્ર જિલ્લામાં પવન સાથે વરસાદ વરસતો હોવાથી વલસાડ જિલ્લા ના કપરાડા તાલુકાના કોઠાર ગામ ના હોળી ફળિયામાં એક મકાન તૂટી પડ્યું હતું જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નહોતી. જ્યારે ધરમપુર શહેર માં પણ વર્ષો જૂનું એક મહાકાય વડ નું વૃક્ષ પણ ધરાશાયી થયું હતું તેમાં પણ સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી. જોકે સમગ્ર ઘટનાઓ પર જિલ્લા વહીવટી તંત્ર નજર રાખી રહ્યું છે. ઉપરવાસમાં પણ વરસાદ ને પગલે વલસાડ જિલ્લાની નાની મોટી નદીઓ પાર,અંબિકા,કોલક,માન, તાન બન્ને કાંઠે વહી રહી છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ કપરાડા અને ધરમપુર માં વરસી રહ્યો છે.છેલ્લા 24 કલાક ના વરસાદ ની વાત કરવામાં આવે તો કપરાડામાં 3.24 ઇંચ,ધરમપુરમાં 22 મીમી,પારડીમાં 7 મીમી,વલસાડમાં 06 મીમી અને વાપીમાં 13 મીમી વરસાદ પડ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2025 Max Temp : °C Min Temp : °C
apply