Skip to main content
Settings Settings for Dark

વાંસદા તાલુકાની વિદ્યાકિરણ હાઈસ્કૂલમાં 'વર્લ્‍ડ સિકલસેલ દિવસ'ની કરાઈ ઉજવણી

Live TV

X
  • કાર્યક્રમમાં 4250 વ્યક્તિઓનું સિકલસેલ કરાયું સ્ક્રીનીંગ

    નવસારીના વાંસદા તાલુકાની વિદ્યાકિરણ હાઈસ્કુલ ખાતે જિલ્લા પંચાયત આરોગ્‍ય શાખા દ્વારા 'વિશ્વ સિકલસેલ દિવસ'ની ઉજવણી કરવામાં આવી. આ સમગ્ર કાર્યક્રમની ઉજવણી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના અધ્યક્ષ સુમિત્રા ગરાસીયાના અધ્ય્ક્ષસ્થાને કરવામાં આવી હતી.

    વિશ્વમાં આ બીમારી પ્રત્યે જાગૃતિ વધારવાના ઉદ્દેશ્યથી પ્રતિ વર્ષ 19 જૂને ‘વિશ્વ સિકલ સેલ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. આ પ્રસંગે જિલ્લા આરોગ્ય અધિકારી રાજેન્દ્ર રંગુનવાલાએ નવસારી જિલ્લામાં ખાસ કરીને આદિજાતિ વિસ્તારમાં જોવા મળતાં સિકલસેલ રોગને કાબૂમાં રાખવા તથા તમામ લોકોને જાગૃત થવા જણાવ્યું હતું. આ સાથે જ જો કોઈને સિકલસેલ રોગ હોય તો તાત્કાલિક નજીકના આરોગ્ય વિભાગને જાણ કરી, સમયસર સારવાર કરાવવા અનુરોધ કર્યો હતો. ઉપરાંત નવસારી સિકલસેલ નોડલ ઓફિસર ડૉ.ભાવેશભાઈ પટેલે સિકલસેલ એનીમિયા પ્રોગ્રામ અંતર્ગત કેમ્પની રૂપરેખા તેમજ સમજણ આપી હતી.
     
    વિદ્યાકિરણ હાઈસ્કૂલ ખાતે થયેલ ઉજવણીમાં શાળાના વિધાર્થીઓ દ્વારા સીકલસેલના વિષય પર નાટક ભજવામાં આવ્યું હતું. ઉપરાંત સીકલસેલ વિષય પર થયેલ વકૃત્વ અને ચિત્ર સ્પર્ધામાં વિજેતા થયેલા વિધાર્થીઓને મહાનુભાવોના હસ્તે ઈનામ આપવામાં આવ્યા હતા.
      
    આ કાર્યક્રમમાં સિકલસેલ પીડિતોને પોષણ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ નવસારી, ચીખલી, ગણદેવી, વાંસદા, ખેરગામ અને જલાલપોર તાલુકાની તમામ PHCમાં મેડીકલ કેમ્પ અને સ્ક્રીનીંગનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં 4250 વ્યક્તિઓનું સિકલસેલ સ્ક્રીનીંગ કરાયું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સામાજિક ન્યાય અધ્યક્ષ બાપજી ગાયકવાડ, તાલુકા પંચાયત વાંસદા પ્રમુખ દીપ્તિ પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.મયંક ચૌધરી, જિલ્લા RCHO ડૉ.રાજેશ પટેલ , તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.અનીલ પટેલ સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply