Skip to main content
Settings Settings for Dark

આણંદમાં યોજાયેલી કરાટે સ્પર્ધામાં સાબરકાંઠાના ખેલાડીઓ ઝળક્યા

Live TV

X
  • 5 ગોલ્ડ મેડલ, 2 સિલ્વર મેડલ, 2 બ્રોન્ઝ મેડલ મેળવી જિલ્લાનું નામ કર્યું રોશન

    તારીખ 12થી 16 જૂન 2024 દરમિયાન યુગ પુરુષ સ્વામી વિવેકાનંદ ઈન્ડોર સ્ટેડિયમ, આણંદ ખાતે ખેલમહાકુંભ 2.0 ગુજરાત સ્ટેટ કરાટે સ્પર્ધા 2024 યોજાઈ હતી. આ સ્પર્ધામાં અંડર 14, અંડર -17, ઓપન એઈજ ભાઈઓ તથા બહેનોની સ્પર્ધાનું સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (ગુજરાત સરકાર) દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

    આ સ્પર્ધામાં સાબરકાંઠા જિલ્લાના ખેલાડીઓએ ભાગ લઈ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી 5 ગોલ્ડ મેડલ, 2 સિલ્વર મેડલ, 2 બ્રોન્ઝ મેડલ એમ કુલ 9 મેડલ મેળવી રાજ્ય કક્ષાએ નામ રોશન કર્યું છે. ખેલાડીઓએ મેળવેલી સિદ્ધિઓ બદલ સાબરકાંઠા જિલ્લા કરાટે એસોસિયેશનના પ્રમુખ જુજારસિંહ વાઘેલાએ અભિનંદન પાઠવ્યા હતાં. 

    સ્પર્ધામાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓઃ
      
    1.જોષી રુદ્ર સચીનભાઈ (અંડર - 14, ગોલ્ડ મેડલ) 
    2.મકવાણા બીજલ ગજેન્દ્રસિંહ (અંડર - 14, ગોલ્ડ મેડલ) 
    3.ઉપાધ્યાય જવાન ધવલભાઈ (અંડર - 17, ગોલ્ડ મેડલ) 
    4.મકવાણા માયા ગજેન્દ્રસિંહ (ઓપન એઈજ બહેનો, ગોલ્ડ મેડલ) 
    5.આચાર્ય આર્યન નીલમ (ઓપન એઈજ ભાઈઓ, ગોલ્ડ મેડલ) 
    6.પિત્રોડા ધાર્મી અમિતભાઈ (અંડર - 14, સિલ્વર મેડલ) 
    7.જોષી અક્ષત વિનોદભાઈ (ઓપન એઈજ, સિલ્વર મેડલ) 
    8.મકવાણા તનવીર ગજેન્દ્રસિંહ (અંડર - 14 ભાઈઓ, બ્રોન્ઝ મેડલ) 
    9.ચૌધરી પદમકુમાર પ્રેમભાઈ (ઓપન એઈજ, બ્રોન્ઝ મેડલ)

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply