ધરમપુરની એસ.એમ.એસ.હાઈસ્કૂલમાં સિકલસેલ જાગૃતિ કાર્યક્રમ યોજાયો
Live TV
-
નરેન્દ્ર મોદીના હસ્તે દેશનાં 17 રાજ્યોમાં સિકલસેલ એનિમિયા નાબૂદી મિશન કાર્યક્રમ 2047નો પ્રાંરભ ગત વર્ષે કરાવવામાં આવ્યો હતો.
"વિશ્વ સિકલસેલ દિવસ" 19 જૂન 2024ની સમગ્ર દેશમાં ઉજવણી થવાની છે. જેના ભાગરૂપે રાજ્યકક્ષાનો કાર્યક્રમ વલસાડ જિલ્લાનાં ધરમપુરની એસ.એમ.એસ. હાઈસ્કૂલ ખાતે યોજાયો હતો. જેમાં સિકલસેલ જાગૃતિ માટે વર્ષોથી કામગીરી કરી રહેલા અને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોડ મેળવી ચૂકેલા યઝદી ઈટાલિયા ખાસ ઉપસ્થિત રહ્યા અને આ સિકલસેલ રોગ વિશે માહિતી આપી હતી
સિકલસેલ રોગ એક આનુવંશિક રોગ છે. જે આદિજાતિનાં લોકોમાં બહોળા પ્રમાણમાં જોવા મળે છે. આ રોગના કારણે સિકલસેલ દર્દીના જીવનમાં સામાન્ય વ્યક્તિ કરતા વધારે તકલીફ પડતી હોય છે. આ રોગની ગંભીરતાને ધ્યાને લઈ દર્દીઓની તકલીફ દૂર કરવા અને રોગ આગામી પેઢીમાં ન પ્રસરે તે હેતુથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે દેશનાં 17 રાજ્યોમાં સિકલસેલ એનિમિયા નાબૂદી મિશન કાર્યક્રમ 2047નો પ્રાંરભ ગત વર્ષે કરાવવામાં આવ્યો હતો.
ધરમપુરની એસ.એમ.એસ. હાઈસ્કુલ ખાતે યોજાયેલ આ મેગા કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ મેગા કેમ્પમાં જેમની સિકલસેલ તપાસ બાકી છે તેઓની સિકલસેલ તપાસ પણ કરવામાં આવી હતી.
