ખેડા જિલ્લા વન વિભાગની ગંભીર બેદરકારીના કારણે 5 મગર દાઝ્યા, એક મગરનું મોત
Live TV
-
ખેડા જિલ્લા વન વિભાગની ગંભીર બેદરકારી સામે આવી. પરીએજ તળાવમાં આવેલ ઝાડી - ઝાખડામાં આગ લાગતા 5 મગર દાઝ્યા, એક મગરનું મોત નીપજ્યું.
ઝાડી - ઝાંખડામાં આગ કેવી રીતે લાગી તે રહસ્ય હજુ પણ અકબંધ છે, આગ લાગી કે લગાડવામાં આવી તે જાણી શકાયું નથી.
આટલી ગંભીર ઘટના થવા છતાં પરંતુ વન વિભાગ દ્વારા જિલ્લા કલેકટરને પણ કરવામાં આવી ન હતી.
પરીએજ તળાવમાં મોટી માત્રામાં મગરનું સામ્રાજ્ય છે. હાલ કરોડોના ખર્ચે થઈ રહ્યું છે તળાવનું રીનોવેશન. વિદ્યાનગરની નેચર ક્લબ સંસ્થા દ્વારા 4 દાઝેલા મગરોનું રેસ્ક્યું કરી તેઓને તળાવમાં છોડવામાં આવ્યા છે, 1 ગંભીર રીતે દાજેલા મગરની સારવાર ચાલી રહી છે.
