Skip to main content
Settings Settings for Dark

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ગ્લોબલ બિઝનેસ લીડર્સે પ્રધાનમંત્રીના વિઝનરી એપ્રોચની કરી પ્રશંસા

Live TV

X
  • વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ની 10મી આવૃત્તિનું ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પીએમ મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું. આ વર્ષની સમિટની થીમ 'ગેટવે ટુ ધ ફ્યુચર' છે અને તેમાં 34 ભાગીદાર દેશો અને 16 ભાગીદાર સંસ્થાઓની ભાગીદારી સામેલ છે. આ પ્રસંગે ઉદ્યોગના અનેક અગ્રણીઓએ સંબોધન કર્યું હતું જેમાં આર્સેલરમિત્તલના ચેરમેન લક્ષ્મી મિત્તલે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં વાઇબ્રન્ટ ગુજરાતની 20મી વર્ષગાંઠની મુલાકાતને યાદ કરી હતી અને વાઇબ્રન્ટ ગુજરાત સમિટના મેગા ગ્લોબલ ઇવેન્ટ માટે સંસ્થાગત માળખું ઊભું કરવા પ્રક્રિયા ચાલુ રાખવા પર પ્રધાનમંત્રીના ભારની પ્રશંસા કરી હતી.

    સુઝૂકીના પ્રમુખ તોશિહિરો સુઝૂકીએ જણાવ્યું હતું કે છેલ્લાં ૧૦ વર્ષથી પ્રધાનમંત્રી નરેદ્ર મોદીના નેતૃત્વમાં ઓટોમોબાઈલ ઉદ્યોગનો વિકાસ થઈ રહ્યો છે અને સમગ્ર દેશમાં ઓટોમોબાઈલ ઉત્પાદનની ક્ષમતામાં પણ વધારો જોવા મળ્યો છે. ભારત હવે વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઇલ બજાર બની ગયું છે, એમ જણાવતાં સુઝુકીએ દેશના આર્થિક વિકાસ પર પ્રધાનમંત્રીના પ્રગતિશીલ અભિગમની અસર પર પ્રકાશ પાડ્યો હતો. સંજય મેહરોત્રા, માઇક્રોન ટેક્નોલોજીસ, યુએસએના સીઇઓએ દેશને સેમીકન્ડક્ટર ઉત્પાદન માટે ખુલ્લું મૂકવાના વિઝન માટે વડાપ્રધાનનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, ભવિષ્યમાં તે એક મોટું આર્થિક ચાલકબળ બનશે, કારણ કે ભારત દુનિયામાં ત્રીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બનવાની દિશામાં આગેકૂચ કરી રહ્યું છે.

    ગૌતમ અદાણી, અદાણી ગ્રૂપના ચેરમેને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની અત્યાર સુધીની દરેક આવૃત્તિમાં સામેલ થવા બદલ ગર્વની લાગણી વ્યક્ત કરી હતી. જેફરી ચુન, સીઈઓ, સિમ્મટેક, દક્ષિણ કોરિયાએ સેમીકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ સુવિધાઓમાં મુખ્ય સપ્લાય ચેઇન પાર્ટનર તરીકે ગુજરાત રાજ્યમાં તેમના મુખ્ય ગ્રાહક માઇક્રોનના પ્રોજેક્ટને પગલે કો-લોકેશન રોકાણ તરીકે તેમના ભારત પ્રોજેક્ટ માટે આનંદ અને ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. ડી.પી. વર્લ્ડના ચેરમેન, સુલતાન અહમદ બિન સુલેયમે જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત માટે વડાપ્રધાનનું વિઝન સાકાર થતાં આનંદ થાય છે, તેમણે સમિટનું આયોજન કરવા બદલ ગુજરાત સરકારને અભિનંદન આપ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ભારતની પ્રતિષ્ઠિત બિઝનેસ ફોરમ સ્વરૂપે વિકસી છે અને તે પ્રધાનમંત્રીના 'વિકસિત ભારત @ 2047'ના વિઝન અનુસાર કાર્યરત છે. શંકર ત્રિવેદી, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ, એનવિડિયાએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધતાં પ્રભાવની વાત કરીને જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન આ બાબતે અત્યંત સભાન છે અને તેમણે એનવીડિયાના સીઇઓ શ્રી જેન્સન હુઆંગને ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ-નેતાઓને આ અંગે જાણકારી આપવા આમંત્રણ આપ્યું હતું. 

    નિખિલ કામત, ઝીરોધાના સ્થાપક અને સીઈઓએ છેલ્લા બે દાયકામાં દેશના સર્વાંગી વિકાસ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે એક ઉદ્યોગસાહસિક તરીકેની તેમની યાત્રાની તુલના કરી હતી. તેમણે ટિપ્પણી કરી હતી કે છેલ્લાં ૧૦ વર્ષ અવિશ્વસનીય રહ્યા છે. તેમણે દેશની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને નાના ઉદ્યોગસાહસિકો અને ઈ-કોમર્સના ઉદયને બિરદાવ્યો હતો, જે 10 વર્ષ પહેલાં નહોતું. તેમણે સ્ટાર્ટઅપ્સને ખીલવા દેતી સ્થિર ઇકોસિસ્ટમની સુવિધા માટે પ્રધાનમંત્રીને શ્રેય આપ્યો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
apply