વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં “સ્ટાર્ટઅપ્સ: અનલોકિંગ ધ ઇન્ફિનિટ પોટેન્શિયલ” પર સેમિનાર યોજાશે
Live TV
-
ગુજરાત સરકારના એડિશનલ ઇન્ડસ્ટ્રીઝ કમિશનર (S.P) કુલદીપ આર્ય (IAS)એ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે ગુજરાતના ઇન્ડસ્ટ્રીઝ કમિશનરેટ દ્વારા 11મી જાન્યુઆરી 2024ના રોજ "સ્ટાર્ટઅપ્સ: અનલોકિંગ ધ ઇન્ફિનિટ પોટેન્શિયલ" થીમ પર આધારિત એક સેમિનારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન ગાંધીનગરમાં મહાત્મા મંદિરના સેમિનાર હોલ-1 ખાતે આ સેમિનાર યોજાશે. સેમિનારનો ઉદ્દેશ્ય ભારતમાં ઇનોવેશનને પ્રોત્સાહન આપવા અને આર્થિક વૃદ્ધિને આગળ વધારવામાં સ્ટાર્ટઅપ્સની ભૂમિકા એક્સપ્લોર કરવાનો છે.
કાર્યક્રમની વિગતો વિશે વાત કરતા કુલદીપ આર્યએ જણાવ્યું હતું કે ઉદ્ઘાટન સત્રનું ઉદ્ઘાટન iCreate ના CEO અવિનાશ પુણેકર કરશે. તેમના સંબોધન બાદ ગુજરાતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ પર પ્રેઝન્ટેશન આપવામાં આવશે, જેમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT)ના સંયુકત સચિવ સંજીવ, DPIITના ડાયરેક્ટર સુમીત જરાંગલ, ડીપીઆઈઆઈટીના વાઇસ પ્રેસિડેન્ટ અને ગૂગલ, યુનાઇટેડ સ્ટેટ્સના એન્જિનિયરિંગ ફેલો જય યાજ્ઞિક સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે અને સ્ટાર્ટ અપ ઇકોસિસ્ટમમાં નવીનતાને પ્રોત્સાહન આપવા પર સંબોધન કરશે. સેમિનારમાં "ગ્લોબલ ઇનોવેશન સેન્ટર ફોર નેશનલ ડેવલપમેન્ટ" પરના થીમેટિક ફોકસ સાથે "અનપ્લગ્ડ ટોક" પણ આયોજિત કરવામાં આવશે. આ સેગમેન્ટમાં પેનલ ડિસ્કશન કરવામાં આવશે, જે વૈશ્વિક અને રાષ્ટ્રીય બંને પરિપ્રેક્ષ્યો સાથે વિચારશીલ નેતાઓ અને નિષ્ણાતોની પેનલને એકસાથે લાવશે. તેનો હેતુ સંસ્થાકીય સ્તરે રાષ્ટ્રના વિકાસ માટે જરૂરી ઇકોસિસ્ટમ પર આંતરદૃષ્ટિ પ્રદાન કરવાનો છે.કુલદીપ આર્યએ સમાપન કરતાં જણાવ્યું હતું કે ગુજરાતને વિશ્વના નકશા પર સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના હબ તરીકે સ્થાપિત કરવા માટે આ સેમિનાર એડવાન્સ ઇનોવેશન ઇકોસિસ્ટમ, આર્થિક વિકાસ માટે વ્યૂહાત્મક રોડમેપ, સ્ટાર્ટઅપના સશક્તિકરણ, સંસ્થાકીય સ્તરના શિક્ષણ અને વૈશ્વિક સહયોગ અને નેટવર્કિંગની તકો સાથે સંબંધિત ચર્ચાઓ પર કેન્દ્રિત હશે અને ગુજરાતને 'વિકસિત ભારત@2047'ના ભાવિ તરફ લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ અંગેની વધુ માહિતી https://www.vibrantgujarat.com/ વેબસાઇટ પરથી લઈ શકાશે.