Skip to main content
Settings Settings for Dark

વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ 2026: વૈશ્વિક સિરામિક હબ મોરબીની પ્રગતિ ગાથા અને રોકાણની નવી તકો

Live TV

X
  •  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત આગામી 'વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ' (VGRC) ની બીજી આવૃત્તિ માટે સજ્જ છે. 11 અને 12 જાન્યુઆરી 2026 દરમિયાન રાજકોટ ખાતે યોજાનારી આ કોન્ફરન્સમાં કચ્છ-સૌરાષ્ટ્રના ઉદ્યોગોના વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવશે, જેમાં મોરબીનો સિરામિક ઉદ્યોગ આકર્ષણનું કેન્દ્ર રહેશે.

    મોરબીની ઉદ્યોગ ગાથા સંઘર્ષ અને સાહસિકતાનું પ્રતીક છે. એક સમયે પરંપરાગત કુંભારકામ અને નળિયા બનાવવા માટે જાણીતું મોરબી આજે વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું સિરામિક ક્લસ્ટર બની ગયું છે. 1970-80ના દાયકામાં શરૂ થયેલી આ સફર આજે હાઈ-ટેક વિટ્રિફાઇડ ટાઇલ્સ અને આધુનિક મશીનરી સુધી પહોંચી છે.ગુજરાતના કુલ સિરામિક ઉત્પાદનમાં મોરબી એકલું 90% હિસ્સો ધરાવે છે. આંકડાકીય દૃષ્ટિએ મોરબીની તાકાત નીચે મુજબ છે.અંદાજે 1200 સિરામિક એકમો.આશરે 60 લાખ ટન.9 લાખ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર. ભારતના કુલ સિરામિક નિકાસમાં 80 થી 90 ટકા યોગદાન.અમેરિકા, જર્મની, ફ્રાન્સ, ઓમાન અને શ્રીલંકા જેવા દેશોમાં 'મેડ ઇન મોરબી' પ્રોડક્ટ્સની ભારે માંગ.

    છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારની ઔદ્યોગિક પ્રોત્સાહન યોજનાઓ હેઠળ 2200  થી વધુ લાભાર્થીઓને રૂ. 115 કરોડથી વધુની સહાય સીધી રીતે પહોંચાડવામાં આવી છે. આ સહાયને કારણે સ્થાનિક સ્તરે સ્વરોજગાર અને આત્મનિર્ભરતામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.માત્ર સિરામિક જ નહીં, મોરબી અન્ય ક્ષેત્રોમાં પણ અગ્રેસર છે:ભારતના વૉલ ક્લોક ઉત્પાદનનો સૌથી મોટો હિસ્સો મોરબી ધરાવે છે. અહીં 150 થી 200 એકમો કાર્યરત છે, જેમાં ૬૦% મહિલાઓ રોજગારી મેળવી રહી છે, જે નારી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ છે.

    અંદાજે 150 એકમો સાથે વાર્ષિક ૫ લાખ મેટ્રિક ટન પી.પી. વુવન ફેબ્રિકનું ઉત્પાદન થાય છે, જેનું ટર્નઓવર રૂ. 5500 કરોડ સુધી પહોંચ્યું છે.રાજકોટ ખાતે યોજાનારી કોન્ફરન્સમાં મોરબીના ક્લસ્ટર માટે ખાસ પ્રદર્શન યોજાશે, જેમાં નીચેની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરાશે:એનર્જી-એફિશિયન્ટ ટેકનોલોજી: ઉત્પાદન ખર્ચ ઘટાડવા માટે આધુનિક પદ્ધતિઓ.ઉદ્યોગોના વિસ્તરણ માટે નવી માળખાગત સુવિધાઓ.પર્યાવરણની જાળવણી સાથે ઉદ્યોગનો વિકાસ.રાજ્ય સરકારના સક્રિય અભિગમ અને મોરબીના ઉદ્યોગસાહસિકોની મહેનતને કારણે આજે ગુજરાત 'ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ' તરીકે ઉભરી આવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply