ગુજરાત યુનિવર્સિટીનો 74મો પદવીદાન સમારોહ: 40,245 વિદ્યાર્થીઓને એનાયત થઈ પદવી
Live TV
-
ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલ ખાતે કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને 74મો વાર્ષિક પદવીદાન સમારોહ ભવ્ય રીતે સંપન્ન થયો હતો. આ પ્રસંગે ઈસરોના ચેરમેન ડૉ. વી. નારાયણ અને શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમ છાંગા વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
કુલ પદવીધારકો 40,245 વિદ્યાર્થીઓને પદવી, ડિપ્લોમા અને પ્રમાણપત્રો એનાયત.2 સ્ટાર્ટઅપ અને 1 ખેલાડીને 'ગૌરવ પુરસ્કાર'.યુનિવર્સિટીની સિદ્ધિઓને વણતી 'કોફી ટેબલ બુક'નું વિમોચન કરવામાં આવ્યું.રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ વિદ્યાર્થીઓને જીવનના અમૂલ્ય મંત્રો આપ્યા:સફળતા મેળવવા માટે આળસ છોડી ખંતથી મહેનત કરવા આહ્વાન.'માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ'ના મૂલ્યોને જીવનમાં ઉતારવા અનુરોધ.જંક ફૂડ છોડી 'પ્રાકૃતિક ખેતી'ના અભિયાનમાં જોડાઈ સ્વસ્થ ભારત બનાવવા યુવાનોને હાકલ કરી. માત્ર નોકરી શોધનારા નહીં, પણ 'નોકરી આપનારા' (Entrepreneur) બનવા પ્રોત્સાહન પૂરું પાડ્યું.
"ભારત આજે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. 2047ના 'વિકસિત ભારત'ના નિર્માણમાં યુવાનોની ભૂમિકા નિર્ણાયક રહેશે." - આચાર્ય દેવવ્રતજી.ઈસરોના ચેરમેને ભારતની અવકાશ ક્ષેત્રની સફળતાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે:જે દેશ ક્યારેક સાયકલ પર રોકેટ લઈ જતો હતો, આજે તે ચંદ્ર અને મંગળ પર વિજય મેળવી રહ્યો છે.
ગુજરાત યુનિવર્સિટીએ દેશને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડૉ. વિક્રમ સારા જેવા રત્નો આપ્યા છે.સમારોહમાં શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમ છાંગાએ યુનિવર્સિટી સાથેના પોતાના સંસ્મરણો તાજા કર્યા હતા. કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાએ સૌનું સ્વાગત કર્યું હતું અને રજિસ્ટ્રાર ડૉ. પીયૂષ પટેલે પદવીદાનની વિગતો પ્રસ્તુત કરી હતી. કાર્યક્રમમાં IIM અમદાવાદના ડાયરેક્ટર પ્રો. ભરત ભાસ્કર સહિત અનેક મહાનુભાવો, પ્રાધ્યાપકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
