Skip to main content
Settings Settings for Dark

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો રાજકોટમાં સૌરાષ્ટ્ર-કચ્છના અગ્રણી ઉદ્યોગકારો સાથે સંવાદ

Live TV

X
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર ઉદ્યોગોના વિકાસ માટે મક્કમ છે. રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છના અગ્રણી ઉદ્યોગકારો સાથે સંવાદ કરતા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, "રાજકોટ એ ગુજરાતનું ગ્રોથ એન્જિન છે અને તે રોકેટ ગતિએ પ્રગતિ કરી રહ્યું છે.

    "10,435 ઉદ્યોગ સાહસિકોને 956.51 કરોડની પ્રોત્સાહક સહાયનું વિતરણ કરવામાં આવ્યું.ઉદ્યોગ વિભાગની વિવિધ યોજનાઓ હેઠળ 137 એકમોને ₹661 કરોડના મંજૂરીપત્રો એનાયત કરાયા. MSME સેક્ટરને વેગ આપવા પેપરવર્ક સરળ બનાવી પ્રશ્નોના ત્વરિત નિકાલની ખાતરી અપાઈ.

    નાયબ મુખ્યમંત્રીએ ઉદ્યોગ જગત માટે સરકારના અભિગમ અંગે મહત્વની વિગતો શેર કરી.અગાઉ દૈનિક  225 સબસીડી મંજૂર થતી હતી, જે વધારીને  450 કરાઈ છે અને આગામી લક્ષ્યાંક 700નો છે. રાજ્યમાં રેકોર્ડ બ્રેક સમયમાં 16થી વધુ નવી GIDC માટે જમીન ફાળવણીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. ઉદ્યોગકારોને ગાંધીનગરના ધક્કા ન ખાવા પડે તે માટે સમગ્ર ઇન્ડસ્ટ્રી ડિપાર્ટમેન્ટ અને સચિવો રૂબરૂ પ્રશ્નો સાંભળવા રાજકોટ આવ્યા છે."11મી જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટથી 'વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ'નો પ્રારંભ કરાવશે, જે સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગો માટે ગેમ-ચેન્જર સાબિત થશે."આ પ્રસંગે પ્રભારી મંત્રી જીતુ વાઘાણીએ રાજકોટને રાજ્યનો ઔદ્યોગિક ગઢ ગણાવી સરકારની સંવેદનશીલતાની પ્રશંસા કરી હતી. કાર્યક્રમમાં ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા, મહેસૂલ સચિવ જયંતિ રવિ, જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના સાંસદો, ધારાસભ્યો અને ઉચ્ચ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply