Skip to main content
Settings Settings for Dark

'વાઘ આવ્યો, વાઘ આવ્યો':  મહીસાગરમાં વાઘની હાજરીની વનવિભાગ દ્વારા પુષ્ટિ

Live TV

X
  • મહીસાગરના વન વિસ્તારમાં વાઘની ઉપસ્થિતિને વન વિભાગે પુષ્ટિ કરી છે. એક શિક્ષકે તેના મોબાઇલમાં વાઘની તસવીર ખેંચ્યા બાદ જોવા મળ્યાની તસવીર બાદ દિન પ્રતિદિન શોધખોળ વધુ સઘન બની રહી છે. 

    આજે જિલ્લાના વન વિભાગના કર્મચારીઓ તેમજ અધિકારી મળી મહીસાગર જિલ્લાના કુલ 200 કર્મચારીઓ મળી જિલ્લાનો 62 હજાર હૅક્ટર વન વિસ્તાર ખૂંદી વળશે જેમાં મુખ્યત્વે ગઢ વિસ્તારથી માંડી સંતરામપુરના સંત વિસ્તાર વચ્ચેનો પટ્ટો મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે. 

    તેમજ ગઈ કાલે મેળવેલ પુરાવાઓ પગના પંજાનાં નિશાન તેમજ ઝાડ પર નહોર માર્યાનાં નિશાન તેમજ તેના હગારના નમૂના હૈદરાબાદ તેમજ દહેરાદૂન લેબમાં મોકલવામાં આવ્યાં છે. સ્થાનિક લોકોની સાથેની પૂછપરછ તેમજ મારણ થયેલાં લોકેશન અને સ્થાનિકો સાથે પણ વાતચીત કરી તપાસને સઘન બનાવવામાં આવી રહી છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply