વાપી ખાતે બાંધકામ મજદૂર મહાસંઘનું ચતુર્થ અધિવેશન યોજાયું
Live TV
-
આદિજાતિ મંત્રી રમણલાલ પાટકરે મજદૂર મહાસંઘના કાર્યક્રમની સફળતા માટે શુભકામના પાઠવી.
ભારતીય મજદૂર સંઘ સંચાલિત બાંધકામ મજદૂર મહાસંઘનું ચતુર્થ ત્રિવાર્ષિક અધિવેશન વન અને આદિજાતિ વિભાગના રાજ્ય:મંત્રીશ્રી રમણલાલ પાટકરના અધ્યમક્ષસ્થા ને સ્વાવમી વિવેકાનંદ ગુરુકૂળ, ડુંગરા કોલોની વાપી ખાતે યોજાયું હતું.
આ પ્રસંગે આદિજાતિ મંત્રી રમણલાલ પાટકરે મજદૂર મહાસંઘના કાર્યક્રમની સફળતા માટે શુભકામના પાઠવી જણાવ્યું હતું કે, કલ્યારણકારી યોજનાઓ માટે કામ કરવું ખૂબ જ મહત્ત્વની બાબત છે, જે માટે માનવ સેવા એજ પ્રભુસેવા માનીને બાંધકામ મજદુર સંઘ ખૂબ જ નિષ્ઠા પૂર્વક કામગીરી કરી લોક કલ્યાેણ યોજનાનું સફળતાપૂર્વક અમલીકરણ કરી રહી છે જે સરાહનીય છે. શ્રમિક કામદારો માટે જ્યાં્ ઉદ્યોગો નથી ત્યાંાથી હજારો લોકો કામ મેળવવા માટે બહાર ગામ જતા હોય ત્યાંમ શ્રમિક રથ ચાલુ કરવા માટે પ૦ ટકા સહાય આપવામાં આવે છે, આ ઉપરાંત શ્રમિકો માટે આવાસ, ગર્ભવતી મહિલાઓને પૌષ્ટિેક આહાર મળે જેવી અનેક યોજનાઓનો લાભ લેવો જોઇએ. સ્થા નિક લોકોને રોજગારી મળે તે માટે દેરખેર રાખવા તેમજ કામદાર વીમા યોજનાનો લાભ દરેક શ્રમિકને મળે તે પ્રકારનું આયોજન કરવા સંસ્થારને અનુરોધ કર્યો હતો.
સાંસદ ડો.કે.સી.પટેલે બાંધકામ મજદૂર મહાસંઘની પ્રગતિ માટે શુભકામના પાઠવી જણાવ્યું હતું કે, ઔદ્યોગિક વિસ્તાારમાં કામ કરતા કામદારો માટે સરકારે સતત ચિંતા કરી શ્રમિકો માટે વિવિધ યોજનાઓ અમલી બનાવી છે, જેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. ગુજરાત મકાન અને અન્યો બાંધકામ શ્રમયોગી બોર્ડ દ્વારા આવાસ યોજના, વ્ય્વસાયને લગતી તાલીમ યોજના, સામાજિક સુરક્ષા, સ્વાસ્થ માટેની યોજના, શિક્ષણ સહાય, શ્રમિક સશક્તિઘકરણ જેવી અનેકવિધ યોજનાઓના અમલીકરણ કરવામાં આવે છે. બાંધકામ શ્રમિકને અંત્યેમષ્ઠીય સહાયનો ચેક, કામદાર ઓળખપત્ર મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે્ અર્પણ કરાયો હતો. સંસ્થાકના પ્રમુખ નવનીતભાઇ શાહે સ્વાયગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જશવંતભાઇએ કર્યું હતું. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભારતીય મજદૂર સંઘના પ્રદેશ ઉપાધ્યંક્ષ અંબાલાલ ચૌહાણ, ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યામણ બોર્ડના સભ્યે સચિવ રાજેન્દ્ર કે. પરમાર, આરોગ્ય સમિતિના ચેરમેન બાબુભાઇ, પૂર્વ ધારાસભ્યર શંકરભાઇ વારલી, રાજ્યના વિધિ મજદૂર સંઘના હોદ્દેદારો, સદસ્યોચ હાજર રહયા હતા.
