નેત્રંગ-અંકલેશ્વર પંથકમાં 3.7ની તિવ્રતાના ભૂકંપના હળવા આંચકા
Live TV
-
ભરૂચ જિલ્લામાં અગાઉ વાલિયા દહેલી ખાતે પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
ભરૂચ જિલ્લામાં સાંજે 4.57 કલાકે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં દોડ-ધામ મચી જવા પામી હતી. નેત્રંગ અને અંકલેશ્વર પંથકમાં આવેલા ભૂકંપના આંચકાની તિવ્રતા રિક્ટર સ્કેલ પર 3.7 નોંધાઈ હતી, જેની અસર 45 કિમી સુધી થઈ હતી.
ભૂકંપના આંચકા છોટા ઉદેપુરના નવસારી અને નર્મદા જિલ્લાના રાજપારડીમાં પણ અનુભવાયા હતા. નસવાડીમાં ભૂકંપની તિવ્રતા રિક્ટર સ્કેલ પર 3.7 જ્યારે નર્મદા જિલ્લાના રાજપારડી નજીક મુખ્ય કેન્દ્રબિંદુ હોવાનું જાણવા મળ્યું છે.
