વડોદરાની યુવતીએ પ્લાસ્ટિક પ્રદુષણ અટકાવવા યોજી પદયાત્રા
Live TV
-
45 દિવસમાં 1100 કિલોમીટર અંતર કાપી દિલ્હી જશે.
વડોદરા માં એનજીઓ ચલાવતી એક યુવતી રાજેશ્વરી સિંગએ પ્લાસ્ટિકની ચીજ વસ્તુના વધી રહેલા વપરાશ સામે ઝુંબેશ શરૂ કરી છે અને મારો કચરો મારી જવાબદારીના સ્લોગન સાથે વડોદરાથી દિલ્હી સુધી પદયાત્રા કરીને પર્યાવણને બચાવવા માટે પોતાનું યોગદાન આપી રહી છે.
વડોદરામાં અનાથ અને રકસ્ટ રઝળતા બાળકો માટે કેરેવાન કલાસરૂમ ના સ્થાપક રાજેશ્વરી સિંગ માનવ જીવનમાં પ્લાસ્ટિકના વપરાશ સામે લાલ બત્તી દર્શાવીને પ્લાસ્ટિક પૃથ્વીને બચાવવા માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવા અને જે છે તેને રિસાયકલ કરી પર્યાવરણને પ્લાસ્ટિકથી બચાવવા માટેના પ્રયાસ કરી રહી છે. આ માટે ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ તેમજ યુનાઇટેડ નેશનનો સહયોગ મળી રહ્યો છે. વડોદરાથી દિલ્હીનું 1100 કિલોમીટરનું અંતર તે પદયાત્રા કરી પૂર્ણ કરશે અને જ્યાં પણ તે રોકાશે ત્યાંના યુવાનો મહિલાઓને પ્લાસ્ટિકનો મહત્તમ વપરાશ કરવા માટે સમજાવશે. તે રોજે 40 કિલોમીટર જેટલું ચાલશે. 45 દિવસમાં ચાર રાજ્યોના 45 જેટલા નાના મોટા શહેરોમાં થઈ પસાર થશે અને પ્લાસ્ટિકથી આપણી પૃથ્વીને બચાવવાનો સંદેશ આપશે. વિધાનસભા ના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી તેમજ અન્ય ઉપસ્થિત મહેમાનોએ ફ્લેગ ઓફ આપીને પદયાત્રાની શરૂઆત કરાવી હતી અને પદયાત્રા માટે શુભેચ્છા આપી હતી.
