Skip to main content
Settings Settings for Dark

બાળ સુરક્ષા રથને પ્રસ્થાન કરાવતા જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવ

Live TV

X
  • બાળ સુરક્ષા રથ ગાંધીનગર જિલ્લાના તમામ ગામોમાં બે માસ માટે ફરીને બાળ સુરક્ષા અને સમાજ સુરક્ષાના કાયદાની જાણકારી આપશે.

    બાળ અને સમાજ સુરક્ષા વિભાગ દ્વારા જિલ્લા સેવા સદન, ગાંધીનગર ખાતે બાળ સુરક્ષા રથને જિલ્લા પોલીસ વડા વિરન્દ્રસિંહ યાદવે પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે નિવાસી અધિક કલેકટર એચ.એમ.જાડેજા ઉપસ્થિત રહ્યાં હતા.

    જિલ્લા બાળ સુરક્ષા અધિકારી સંજય પટેલ સમાજ સુરક્ષા અધિકારી મહિપાલસિંહ ડાભીએ જણાવ્યું હતું કે, આ બાળ સુરક્ષા રથ ગાંધીનગર જિલ્લાના તમામ ગામોમાં બે માસ માટે ફરીને બાળ સુરક્ષા અને સમાજ સુરક્ષાના કાયદાની જાણકારી આપશે. તા. ૨૧ જુન, ૨૦૧૮ સુધી દરરોજ ગાંધીનગર જિલ્લાના પાંચ ગામોમાં સવારના ૯ થી ૬ કલાક બાળ સુરક્ષા રથ દ્વારા બાળકોના વિવિધ કાયદાઓ અને યોજનાઓની જાણકારી સહિત સમાજ સુરક્ષાની વિવિધ યોજનાઓના જરૂરતમંદ લાભાર્થીઓને લાભ આપશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply