Skip to main content
Settings Settings for Dark

શાળામાંથી બાળકોના જીવનમાં શિસ્ત, પ્રામાણિકતા અને સંસ્કારોનું વાવેતર થતું હોય છે : શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

Live TV

X
  • ગાંધીનગર જિલ્લાના ભાટ ગામની શાળા ખાતે શિક્ષણ વિભાગ અને અદાણી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે નિર્માણ પામેલ આદર્શ પુસ્તકાલયનું લોકાર્પણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે કરાયું.

    શિક્ષકોને ઇશ્વરે સમાજમાં સારા નાગરિક બનાવવાની જવાબદારી આપી છે, તેનું ગૌરવ શિક્ષકોએ લઇ પોતાની ફરજ માત્ર આર્થિક ઉપાર્જન માટે જ નહિ, પણ ઇશ્વર દ્વારા સોપાયેલ જવાબદારીને નિષ્ઠા પૂર્વક બજાવી જોઇએ તેવું આજરોજ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ભાટ ગામની પ્રાથમિક શાળા ખાતે શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર અને અદાણી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે રૂમ ટુ રીટ અંતર્ગત નિર્માણ પામેલ આદર્શ પુસ્તકાલયનું લોકાર્પણ કરતા જણાવ્યું હતું.
    શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે, કોઇપણ સમાજ કે રાષ્ટ્ર ને વિકસિત થવાનો પાયો શિક્ષણ જ છે. શિક્ષણને મજબૂત કરવાનું માઘ્યમ શિક્ષકો જ છે. જે કામમાં મારું કમિટમેન્ટ હોય અને પછી મારું ઇનવોલમેન્ટ થાય તેનું મને હમેંશા ઇચ્છિત પરિણામ પ્રાપ્ત થાય છે. તે રીતે ઉપસ્થિત સર્વેને કામ કરવા અપીલ કરી હતી. તેઓએ શિક્ષકોને બાળકોની રૂચિ પારખીને બાળકને વાંચનમાં રસ પડે તેવા પુસ્તક આપવા ભારપૂર્વક જણાવ્યું હતું.
    ૮ વર્ષ સુધીના બાળકોનું મન કોરી સ્લેટ જેવું હોય છે, તેવું કહી શિક્ષણ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આ સમયે બાળકાને જેવું માર્ગદર્શન અને સંસ્કારોનું સિંચન કરવામાં આવશે, તેવો જ તેનો વિકાસ થશે. શાળામાંથી બાળકોના જીવનમાં શિસ્ત, પ્રામાણિકતા અને સંસ્કારોનું વાવેતર થતું હોય છે. બાળકમાં વાંચનનો રસ કેળવવાની વાત પર ભાર મુકી પુસ્તકાલયનું જીવનમાં શું મહત્વ છે, તેની રસપ્રદ વાત કરી હતી. રૂમ ટુ રીટ અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં આવા ૫૦ પુસ્તકાલયનું નિર્માણ કરવામાં આવનાર છે.
    શિક્ષણ વિભાગના અગ્ર સચિવ સુનયના તોમરે જણાવ્યું હતું કે, શિક્ષકોએ બાળકોને શિક્ષણમાં રસ પડે તેમ પીરસવાનું છે. બાળક શાળામાં હસતો હસતો આવે તેવું વાતાવરણનું નિર્માણ કરવાની જવાબદારી શિક્ષકોની છે. બાળક મજાથી શાળામાં આવશે, તો તે પોતાનું શિક્ષણ કાર્ય પણ રસથી કરશે. કલાસના તમામ બાળકો સાથે શિક્ષકનો આઇ કોન્ટેકટ હોવો ખૂબ જ જરૂરી છે. શિક્ષણ વિભાગ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા જનરલ નોલેજના પુસ્તક ’ હું બનું વિશ્વ માનવી ’ પુસ્તકની વિશિષ્ટતાઓની વાત કરીને દરેક બાળક તેને વાંચશે, તો શું ફાયદા થશે તેની પણ વિસ્તૃત વાત કરી હતી. બાળકોમાં બાળપણથી જ વાંચનની આદત પડશે, તો તે મોટો થઇ સારો વાંચક બનશે, તેવો ર્દઢ વિશ્વાસ પણ વ્યકત કર્યો હતો.
    અદાણી ફાઉન્ડેશનના ર્ડા. પ્રીતી અદાણીએ જણાવ્યું હતું કે, દેશના વિકાસ અને સમાજમાં પરિવર્તન લાવવામાં શિક્ષણની ભૂમિકા મહત્વની છે. શિક્ષણની ગુણવત્તા વધારવા માટે લાયબ્રેરીની ભૂમિકા ખૂબ જ છે. લાયબ્રેરી થકી જ આજના ટેકનોલોજીના યુગમાં બાળકોમાં વાંચનની અદાત પાડી શકાશે.
    આ પ્રસંગે જી.સી.આર.ટીના ડાયરેકટર ટી.એસ.જોષીએ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી એસ.એમ.બારડ, નિવૃત્ત આઇ.એ.એસ વી.એસ.ગઢવી, શાળાના આચાર્ય અને શાળા પરિવાર અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply