જામનગર મનપાના કર્મચારીઓ થયા કાયમી
Live TV
-
સફાઈ કામદારોને ઉચ્ચતર પગાર ધોરણનાં આદેશ તથા કાયમી નિમણુકનાં આદેશ વિતરણ સાસંદ પુનમબેન માડમના હસ્તે કરાયા.
જામનગર મહાનગર પાલિકા દ્વારા સફાઈ કામદારોને ઉચ્ચતર પગાર ધોરણનાં આદેશ તથા કાયમી નિમણુકનાં આદેશ વિતરણનો કાર્યક્રમ રાષ્ટ્રીય સફાઈ કર્મચારીનાં આયોગના ચેરમેનની હાજરી માં યોજવામાં આવ્યો હતો. જેમાં જામનગરના સાંસદ પુનમબેન માડમ સહીતના આગેવાનો હાજર રહ્યા હતા.
જામનગર મહાનગર પાલિકા દ્વારા જામનગરમાં કાર્યરત ૪૨૫ સફાઈ કામદારોને ઉચ્ચતર પગાર ધોરણના આદેશ તેમજ કાયમી નિમણુકના આદેશ વિતરણ કરવાનો કાર્યક્રમ જામનગરના ટાઉનહોલ માં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગ સામાજિક ન્યાય અને અધિકારીક મંત્રાલય ભારત સરકારના ચેરમેન મનહરભાઈ ઝાલા જામનગરના સંસદ પુનમબેન માડમ તેમજ ધારાસભ્ય ધર્મેન્દ્રસીહ જાડેજા, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી અને મેયર પ્રતિભાબેન કનખરાએ સફાઈ કામદારોને કાયમી નિમણુંકનાં આદેશોનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ચેરમેન મનહરભાઈ ઝાલાએ સફાઈ કર્મચારીઓને સમાજને અને શહેરને સ્વસ્થ રાખતા ડોકટર સાથે સરખાવ્યા હતા. તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સ્વચ્છ ભારત અભિયાન અંગે ઉપસ્થિત લોકોને માહિતગાર કાર્ય હતા.
