વિદેશમંત્રી ડો. એસ.જયશંકરની નર્મદા જિલ્લાની મુલાકાતનો આજે બીજો દિવસ
Live TV
-
રાજપીપળામાં વ્યાયામ ભવનનું કર્યું લોકાર્પણ....બાળકોની રમત પણ નિહાળી...વિદેશમંત્રી તેમના દત્તક ગામ લાછરસની પણ મુલાકાત કરી, સ્માર્ટ ક્લાસનું લોકાર્પણ કર્યું હતું.
વિદેશમંત્રી ડોકટર એસ.જયશંકર બે દિવસ નર્મદા જિલ્લાની મુલાકાતે હતા. 14મી એપ્રિલે તેમણે વ્યાધાર,આમદલા, અગર,જેતપુર ગામોમાં વિકાસ કાર્યો સહિત સ્માર્ટ કલાસ અને વેલનેસ સેન્ટરની મુલાકાત લીધી હતી. જયારે બીજા દિવસે 15 એપ્રિલના રોજ રાજપીપળા ખાતે છોટુભાઇ પુરાણી વ્યાયામ શાળાનું લોકાર્પણ કર્યું હતું તેમજ વ્યાાયમ ભવન અને જીમનાસ્ટિકના સાધનોનું લોકાર્પણ કર્યું હતું અને બાળકોની રમતનું પણ નિરિક્ષણ કર્યું હતું. ત્યાર બાદ પાસપોર્ટ ઓફિસની મુલાકાત કરી પાસપોર્ટ બનાવવા આવેલા લોકો સાથે વાતચીત પણ કરી હતી. જયશંકર જ્યારે વિદેશમંત્રી બન્યા હતા, ત્યારે રાજપીપલાની પાસપોર્ટ ઓફિસનું ઉદ્ઘાટન કર્યું હતું. વિદેશમંત્રીએ દત્તક લીધેલા ગામ લાછરસની પણ મુલાકાત અને સ્માર્ટ કલાસનું લોકાર્પણ કરી શિક્ષક સાથે ચર્ચાઓ કરી હતી અને ગામમાં આવેલા રામ મંદિરમાં પૂજન કર્યું હતું....
મુલાકાતના પ્રથમ દિવસે વિદેશમંત્રીએ શું કર્યું ?
ભારત સરકારના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે પોતાની નર્મદા મુલાકાતના પ્રથમ દિવસે એટલે કે 14 એપ્રિલે MPLADS અંતર્ગત દત્તક લીધેલા ગામો પૈકી તિલકવાડા તાલુકાના વ્યાધર અને અગર ગામ, ગરૂડેશ્વર તાલુકાના આમદલા અને જેતપુર(વઘ.) ગામની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, એમ્બ્યુલન્સ, સક્ષમ સ્માર્ટ આંગણવાડી અને પ્રાથમિક શાળાનાં સ્માર્ટ ક્લાસરૂમ તથા કોમ્પ્યુટર લેબનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત તેમણે જવાહર નવોદય વિદ્યાલય-કેવડિયા કોલોનીના ટ્રાન્સપોર્ટ વ્હિકલને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.