વિદેશ મંત્રી સાથે 'Rising India & The World Topic' પર સેમિનાર યોજાયો
Live TV
-
વડોદરા શહેરના સયાજી ગૃહ ખાતે 'Rising India & The World Topic' પર સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં વિદેશ મંત્રી ડો.એસ જયશંકર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે હાજર રહેલા યુવાનોને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વિદેશ નીતિ અને વિશ્વમાં ભારતનું કયું સ્થાન છે એ વિષય પર સરળ ભાષામાં સમજૂતી આપી હતી. ડો.એસ જયશંકરએ Two Way Communication કર્યું હતું. યુવાનોએ પોતાના પ્રશ્ન સીધા ડો.એસ જયશંકર સામે રજૂ કરી નિરાકરણ મેળવ્યું હતું. વાતચીત દરમ્યાન ડો.એસ જયશંકરે જણાવ્યું કે હવે Apple 14 મોબાઈલ ફોનનું ભારતમાં ઉત્પાદન થશે.
આ સેમિનારમાં 1600 થી વધુ વિધાર્થીઓ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં મંત્રી જગદીશ વિશ્વકર્મા, મનિષાબેન વકીલ, સાંસદ રંજનબેન ભટ્ટ, સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
