વિધાનસભાનું બજેટ સત્રઃ ક્રોંગ્રેસના ધારાસભ્ય પૂંજાભાઈ વંશે અસંસદીય ભાષાનો ઉપયોગ કરતાં સસ્પેન્ડ કરાયા
Live TV
-
પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ક્રોંગ્રેસના ધારાસભ્ય પૂંજાભાઈ વંશ દ્વારા અસંસદીય ભાષાનો ઉપયોગ કરતા શાસક પક્ષના દંડક પંકજભાઈ દેસાઈ દ્વારા પૂંજાભાઈ વંશને 7 દિવસ સસ્પેન્ડ માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. વિપક્ષ દ્વારા દલીલ કરાઈ હતી કે પૂજા વંશે શબ્દ પાછો ખેંચ્યો હતો અને દિલીગરી યકત કરી હતી તેથી સસ્પેન્ડ ન કરવા જોઈએ. પરંતુ જ્યારે શાસક પક્ષના સભ્યોએ આ વર્તન યોગ્ય ન હોય તેથી સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવ મુજબ અધ્યક્ષ ડૉ. નિમાબેન આચાર્ય દ્વારા ક્રોંગ્રેસ ધારાસભ્ય પૂજા ભાઈ વંશને 7 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીને લઈને ક્રોંગ્રેસના સભ્યોએ વિધાનસભામાંથી વોક આઉટ કર્યું હતું.
કોંગ્રેસના ધારાસભ્યોએ વોકઆઉટ કર્યા બાદ ગૃહમાં સરકારી વિધેયક 2022નું સુધારા વિધેયક ગુજરાત જમીન પચાવી પાડવાનું રજુ કરવામાં આવ્યું. ત્યારબાદ 2022 ગુજરાત ઓર્ગેનીક એગ્રીકલ્ચર યુનિવર્સિટીનું સુધારા વિધેયક દાખલ કરવામાં આવ્યું.