વિધાનસભામાં વિપક્ષનો હોબાળો યથાવત, કોંગ્રેસના ધારાસભ્યોએ પેટ્રોલ-ડિઝલના "સેસ" ના મુદ્દે કર્યો હતો હોબાળો
Live TV
-
વિધાનસભામાં વિપક્ષનો હોબાળો યથાવત રહ્યો હતો. જેમાં કોંગ્રેસના ધારાસભ્યોએ પેટ્રોલ-ડિઝલના "સેસ" ના વિવાદે હોબાળો કર્યો હતો અને વેલ સુધી ધસી આવ્યા હતા. જેથી કોંગ્રેસના સભ્યોને સાંજ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો કોંગ્રેસના આશાબેને બિન સંસદીય શબ્દનો પ્રયોગ કરતાં તેમને ગૃહમાંથી બે દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરાયા બાદ કોંગ્રેસના સભ્યોએ અધ્યક્ષની ઓફિસ બહાર સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. તો આ પહેલા વિધાનસભામાં પ્રશ્નોત્તરી સેક્શનમાં કેટલીક વિગતો પક્ષ બહાર આવી હતી. જેમાં સાવરકુંડલાની જનરલ હોસ્પિટલમાં વર્ગ 1 માં 18 જગ્યાઓ ભરવાની બાકી છે. ઉપરાંત રાજ્યમાં બે જ સરકારી ડેન્ટલ કોલેજ છે એક અમદાવાદ અને જામનગર. છેલ્લા બે વર્ષમાં નવી સરકારી ડેન્ટલ કોલેજ માટે કોઇ કાર્યવાહી નહી થઇ હોવાનો ખુલાસો થયો છે. તો સાથે જ ગુજરાતમાં એક લાખ સાત હજાર 242 કૃષિ વિષયક વીજ જોડાણ આપવાના બાકી હોવાની વિગતો સામે આવી છે.