આજે અમદાવાદ ખાતે કરાઇ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી
Live TV
-
આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ છે.વર્તમાન સમયમાં ભારત દેશ વિકાસની જે હરણફાળ ભરી રહ્યો તેમાં વિજ્ઞાનનો મહત્તમ ફાળો રહ્યો છે. જે-તે સમયે દેશમાં પ્રવર્તતી અંધશ્રધ્ધા દુર કરવામાં વિજ્ઞાને મહત્વનો ફાળો આપ્યો છે. ત્યારે આજે ઠેર ઠેર વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતુ.રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગ રૂપે અમદાવાદ ખાતે વિજ્ઞાન અને ગણિતના વિવિધ પ્રયોગોનું નિદર્શન યોજાયું હતું. આ ઉપરાંત વિજ્ઞાનને લગતી પ્રશ્નોત્તરી અને વિજ્ઞાનનીરમતોનું પણ આયોજન કરાયું હતું. આ ઉજવણી અંગે સંસ્થાના નિયામક દિલીપ સુરકરે જણાવ્યું હતું કે આવી નવતર પ્રવૃત્તિનો હેતુ સમાજમાં અને ખાસ કરીને બાળકોમાં વિજ્ઞાન તેમજ ગણિતના વિવિધ પાસાની સરળ સમજ કેળવવાનો છે. અમદાવાદની ચાણક્યપુરી વિજ્ઞાન શાળામાં ધોરણ 6 થી આઠના 50 વિદ્યાર્થી માટે રોકેટ પ્રક્ષેપણ કાર્યશાળાનું ખાસ આયોજન કરાયું હતું.