નયનરમ્ય સૌંદર્ય ધરાવતા દક્ષિણ ગુજરાતમાં પાણીની સમસ્યા વિકટ બનવાની ભિતી..
Live TV
-
જ્યાં ચારેબાજુ હરિયાળી અને સાતપુડાની પર્વતમાળાઓ છે. જ્યાં વહેતા ઝરણા અને નદીઓ છે એવા નયનરમ્ય સૌંદર્ય ધરાવતા દક્ષિણ ગુજરાતમાં પાણીની સમસ્યા વિકટ બને તો નવાઈ છે. દક્ષિણ ગુજરાતના જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પાણીનું સ્તર સતત નીચે જઈ રહ્યું છે. ગત વર્ષની સરખામણીએ ડેમમાં પાણીનો જથ્થો 32 ઓછો છે. ઉપરવાસ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં થયેલા ઓછા વરસાદને પગલે ડેમમાં પાણીની આવક ઓછી છે. જો કે અધિકારીઓના કહેવા પ્રમાણે જૂન માસ સુધીમાં ચિંતાનો કોઈ વિષય નથી પરંતુ જો વરસાદ લંબાય તો સમસ્યા સર્જાઈ શકે છે. તેથી તંત્રના સત્તાધીશો લોકોને પાણીનો બગાડ નહી કરવા સલાહ આપી રહ્યા છે.