'વન નેશન વન ઈલેકશન'ની વિચારધારાનું સમર્થન કરતા CM વિજય રૂપાણી
Live TV
-
'વન નેશન વન ઈલેકશન' નાં સૂત્રને ટેકો આપતા મુખ્યમંત્રી વિજ્યભાઈ રૂપાણી-લોક સભા -વિધાન સભા ની ચૂંટણી ઓ ,તેમજ સ્થાનિક સ્વરાજ ની તમામ સંસ્થાઓની ચૂંટણી એક સાથે કરવા અપીલ કરતાં મુખ્યમંત્રી- કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે કોઈપણ ચૂંટણી હોય અમે તૈયાર છીએ.
દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે યોજાય તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમર્થન કર્યું છે. જો બંને ચૂંટણી એક સાથે યોજાય, તો સમય ,શક્તિ અને નાણાંની બચત થાય અને નાગરિકો પર ચૂંટણી ખર્ચનો બોજ ઘટી શકે છે. મુખ્યમંત્રી વિજ્ય રૂપાણીએ પણ આ વિચારને સમર્થન આપતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીઓ પણ એક સાથે યોજાય તો ચૂંટણી ખર્ચ નો બોજ ઘટે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સમયાંતરે અલગ અલગ ચૂંટણી યોજાતા આચાર સંહિતા અમલી બનતી હોય છે અને તેના કારણે વિકાસ કામો અવરોધાતા હોય છે. જો એક સાથે ચૂંટણી આયોજન થાય તો વિકાસ કામો સામેના અવરોધો પણ ઘટે. કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ પણ આ મુદ્દે પોતાના વિચારોને વાચા આપી હતી.