ડૉક્ટરની મહેનત સફળ, બાળકીના પેટમાંથી કાઢી 130 ગ્રામની ગાંઠ
Live TV
-
બાળકીના પેટમાંથી ગર્ભ જેવી ગાંઠ કાઢવાની સર્જરી કરવામાં આવી હતી. ડૉક્ટર
અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે 7 મહિનાની બાળકીના પેટમાંથી ગર્ભ જેવી ગાંઠ કાઢવાની સર્જરી કરવામાં આવી હતી. છોટા ઉદેપુરની આ બાળકીનું નામ કવંત છે, તેના પિતા ખેડુત છે ત્યારે બે મહિના પહેલા પેટમાં ગઠ્ઠો જોતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. 19 ફેબ્રુઆરીના રોજ પીડિયાટ્રિક સર્જન ડૉ.રાકેશ જોષી તથા તેમની ટીમ દ્વારા અઢી કલાકના ઓપરેશન બાદ તેના પેટમાંથી 130 ગ્રામ વજન ધરાવતી 10X5 સેન્ટિમીટર જેટલી ગાંઠ કાઢવામાં આવી.
નોંધનીય છે કે, આ પ્રકારની ગાંઠ એ દુનિયામાં પાંચ લાખમાંથી એક બાળકમાં જોવા મળે છે. એટલે 2018 સુધી 200 જેટલા લોકોમાં આ પ્રકારની ગાંઠ જોવા મળી હતી. આ ગર્ભ જેવી ગાંઠમાં હાથ, માથુ, કાન જેવા વિવિધ આકાર આ ગાંઠમાં જોવા મળતા હતા. આપરેશન બાદ બાળકી તંદુરસ્ત છે. સિવિલ હોસ્પિટલ ખાતે આ પ્રકારનો આ બીજુ ઓપરેશન કરાયું છે.