Skip to main content
Settings Settings for Dark

વિધાનસભા પોડિયમમાં સ્વ. શ્યામાપ્રસાદ મુખર્જીને જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ

Live TV

X
  • આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ પણ ઉપસ્થિત રહીને સ્વ. શ્યામાપ્રસાદ મુખર્જીના તૈલચિત્રને પુષ્પાંજલિ આપી હતી.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત વિચારક અને શિક્ષણવિદ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પ્રખર રાષ્ટ્રવાદી સ્વર્ગસ્થ શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતી નિમિતે વિધાનસભા પોડિયમ ખાતે સદ્દગતના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી અને કૃતજ્ઞતા પ્રગટ કરી હતી. આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ પણ ઉપસ્થિત રહીને સ્વ. શ્યામાપ્રસાદ મુખર્જીના તૈલચિત્રને પુષ્પાંજલિ આપી હતી. મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, શ્યામા પ્રસાદ મુખર્જીએ ભારતમાં એક નવી વિચારધારાને જન્મ આપ્યો હતો.તેમનું જીવન દર્શન આજે પણ આપણને રાષ્ટ્ર હિત પ્રથમ ના ભાવ સાથે જીવવાનું માર્ગદર્શન આપતું રહે છે.

    PM મોદીએ ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીને શ્રદ્ધાંજલિ આપી

    સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જીએ દેશના સન્માન, ગરિમા અને ગૌરવની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું છે. PM નરેન્દ્ર મોદીએ એમ પણ કહ્યું કે, વિકસિત અને આત્મનિર્ભર ભારત બનાવવા માટે ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જીના આદર્શો અને સિદ્ધાંતો મૂલ્યવાન છે.

    PM મોદીએ ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીને "રાષ્ટ્રના અમર સપૂત" ગણાવ્યા અને ભારતની એકતા, ગૌરવ અને વિકાસ માટે તેમના આજીવન સમર્પણની પ્રશંસા કરી. પ્રધાનમંત્રીએ ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જીના જીવન, મૂલ્યો અને ભારત માટેના તેમના દ્રષ્ટિકોણને ઉજાગર કરતી એક વીડિયો ક્લિપ પણ શેર કરી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, બંગાળના પુત્ર ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી કહેતા હતા કે કોઈપણ રાષ્ટ્ર ફક્ત પોતાની ઉર્જાથી જ સુરક્ષિત રહી શકે છે. તેમને દેશના સંસાધનો અને દેશના સક્ષમ લોકોમાં અતૂટ વિશ્વાસ હતો.

    પ્રધાનમંત્રી મોદીએ ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જીના દૂરંદેશી અભિગમની પ્રશંસા કરતા કહ્યું કે, "મહિલા સશક્તિકરણ, શિક્ષણ અને ભારતની પરમાણુ નીતિને આકાર આપવામાં તેમનું યોગદાન તેમના સમય કરતાં ઘણું આગળ હતું. હું ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જીને મારી ઊંડી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને તેમની સ્મૃતિને નમન કરું છું."

    ભારતીય જનસંઘના સ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી, આજના ભારતીય જનતા પાર્ટીના વૈચારિક પુરોગામી છે. તેમને એક કટ્ટર રાષ્ટ્રવાદી, એક સ્વપ્નદ્રષ્ટા રાજકીય નેતા અને ભારતની સાર્વભૌમત્વ અને પ્રગતિ માટે પ્રતિબદ્ધ શિક્ષણવિદ તરીકે યાદ કરવામાં આવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply